ક્લેમ :-
અણ્ણા હઝારેનું મૃત્યુ થયું છે, 24 ડિસેમ્બરના રોજ આ તસ્વીર ન્યુઝ સંસ્થાનની બ્રેકીંગ પ્લેટ વાયરલ કરવામાં આવી છે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અણ્ણા હઝારે હવે નથી રહ્યા તેમનું મ્ર્ત્યુ થયું છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર “વિકાસ નું બેસણું” નામના પેજ પર ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ કરવામાં આવી છે જેમાં અણ્ણા હઝારેનું મ્ર્ત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને બેર્કિન્ગ પ્લેટ પર અણ્ણા હઝારેની તસ્વીર સાથે આ દાવો શેયર કરવામાં આવ્યો છે.
આ તસ્વીરને જયારે ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરી તાપસ શરૂ કરી ત્યારે આ તસ્વીરને લઇ કોઈ પરિણામ ગુગલ પર છે નહીં. ત્યારબાદ આ તસ્વીરને ઈનવીડ ટુલ્સના મદદ વડે સર્ચ કરતા જાણવા મળ્યું છે કે આ તસ્વીરને એડિટ કરવામાં આવી છે.
આ તસ્વીરમાં જે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે તે ન્યુઝ18 ઇન્ડિયા ચેનલ છે. જેમાં ન્યુઝ સંસ્થાનના લોગો અને બીજી અનેક સાઈન બ્લર કરવામાં આવી છે તેને છુપાવવામાં આવી છે.
ત્યારબાદ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ અણ્ણા હઝારેનું મ્ર્ત્યુ થયું છે આ વાતની પુર્તી કરવા માટે તાપસ શરૂ કરી ત્યારે મળેલ માહિતી અનુસાર અણ્ણા હઝારેનું મ્ર્ત્યુ નથી થયું. તેમનો જન્મ 15 જૂન 1937ના થયો હતો અને હાલ તેમની ઉમર 82 વર્ષ છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ તમામ દાવાઓ ખોટા સાબિત થાય છે, તેમજ વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરી ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
TOOLS :-
GOOGLE IMAGES SEARCH
GOOGLE KEYWORD SEARCH
INVID TOOLS
FACEBOOK SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)