ખેડૂત આંદોલન મોટું સ્વરૂપ લેતું જઈ રહ્યું છે, ત્યારે દિલ્હી પોલીસ દ્વારા બોર્ડર પર કડક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખેડૂત આંદોલનના સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા મફત દારૂ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટ્વીટર પર આ વિડિઓ #RenukaJain એકાઉન્ટ પરથી ખેડૂત આંદોલનનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો, જે બાદ અન્ય યુઝર્સ દ્વારા પણ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફેસબુક
Factcheck / Verification
ખેડૂત આંદોલનમાં દારૂ વિતરણ ચાલી રહ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ કિફ્રેમ્સ સાથે રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર The Trending India એકાઉન્ટ પરથી 11 એપ્રિલ 2020ના પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. તેમજ એક અન્ય ફેસબુક યુઝર્સ દ્વારા પણ એપ્રિલ 2020ના પોસ્ટ કરવામાં આવેલ આ વીડીઓ જોવા મળે છે. જો કે આ વિડિઓ સાથે કોઈપણ માહિતી શેર કરવામાં આવેલ નથી.


જયારે આ મુદ્દે વધુ તપાસ કરતા જાણવા મળે છે કે ખેડૂત આંદોલનની શરૂઆત ઓગષ્ટ 2020માં થઈ હતી. પંરતુ નવા કાયદા સપ્ટેમ્બરમાં બન્ને સદનમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે સમયે વિપક્ષ પાર્ટી દ્વારા આ કાયદા લાગુ કરવા પર વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
આ નવા કાયદા લાગુ થવાના હોવાથી પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ આ આંદોલન શરૂ કર્યું, જે મુદ્દે ઘણા સમાચાર અત્યાર સુધી સાંભળી ચુક્યા છીએ. નવા કાયદા પર livemint અને ndtv દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર સાથે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પાસ કરવામાં આવ્યો હોવાની તમામ માહિતી આપવામાં આવેલ છે.

Conclusion
ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ફેસબુક પર એપ્રિલ 2020ના પોસ્ટ થયેલ જોવા મળે છે, જયારે ખેડૂત આંદોલનની શરૂઆત સપ્ટેમ્બર 2020માં થયેલ છે. નોંધનીય છે કે રાજ્યસભા અને લોકસભા માંથી આ કાયદો પણ સપ્ટેમ્બરમાં પાસ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
livemint
ndtv
The Trending India
Facebook