Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
McDonald for clean and healthy food. Share for public awareness.
( મેકડોનાલ્ડની સ્વછતા અને તેનું પૌષ્ટિક ખાવાનું, શેયર કરો લોક જાગૃતિ માટે )
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક વીડિઓ સાથે આ દાવો કરવામાં આવ્યો છે કે ‘મેકડોનાલ્ડની સ્વછતા અને તેનું પૌષ્ટિક ખાવાનું, શેયર કરો લોક જાગૃતિ માટે ‘ જેમાં બર્ગર બનાવતી વખતે નીચે પડેલ બર્ગરને તે ખાવા માટે આપે છે. ત્યારે આ દાવા સાથે આ વીડિઓને અમદાવાદ મેકડોલાન્ડ કર્ણાવતી અને લારીનો વીડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
આ વીડિઓની સત્યતા તપાસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે, જેમાં અલગ-અલગ ન્યુઝ સંસ્થાન દ્વારા આ વાયરલ વીડિઓ પર રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે.
વાયરલ વીડિઓને લઇ મળતા પરિણામોમાં azcentral , usatoday, foxnews દ્વારા પબ્લિશ કરેલ રિપોર્ટમાં આ વીડિઓ યુનાઇટેડ સ્ટેટનો છે, તેમજ Checkers રેસ્ટોરન્ટનો છે જે યુનાઇટેડ સ્ટેટમાં એક ડ્ર્રાઈવ ઈન રેસ્ટોરન્ટની ચેઇન છે. વાયરલ વીડિઓમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટનો હોવાના દાવા સાથે લોકો દ્વારા આ પોસ્ટ શેયર કરવામાં આવી છે.
વાયરલ વીડિઓને લઇ કીવર્ડ સાથે યુટ્યુબ પર સર્ચ કરતા કેટલાક વીડિઓ મળી આવે છે. આ ઘટના યુએસમાં ખુબજ વાયરલ થઇ હતી, જેને લઇ અનેક વીડિઓ ન્યુઝ સંસ્થાન અને લોકો દ્વારા પબ્લિશ કરવામાં આવ્યા છે.
વાયરલ પોસ્ટઆમ કરવામાં આવેલ દાવા પ્રમાણે આ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટની ઘટના નથી તેમજ ભારતના કોઈ રેસ્ટોરન્ટની ઘટના નથી. ઉપરાંત ફેસબુક પોસ્ટમાં બીજો વિડિઓ કર્ણાવતી ક્લ્બ અમદાવાદનો છે. પરંતુ આ હાલ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટના નામ પર આ તમામ વીડિઓ શેયર કરવામાં આવી રહ્યા છે, પરંતુ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વીડિઓ યુનાઈટેડ સ્ટેટના ચેકર્સ રેસ્ટોરન્ટનો છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.