Authors
કેરળના કાસરગોડમાં આવેલા અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’નું તાજેતરમાં મૃત્યુ થયું છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’ની એક તસ્વીર શેર કરતા સાથે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આ ક્રમ કેટલીક ગુજરાતી ન્યુઝ ચેનલો દ્વારા પણ વાયરલ તસ્વીર સાથે કેરળના અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર વિષે ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.
કેરળના કાસરગોડમાં આવેલા અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’નું મૃત્યુ સાથે જોડાયેલ ભ્રામક તસ્વીર અંગે આગાઉ Newschecker દ્વારા અન્ય ભાષાઓમાં ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
કેરળના કાસરગોડમાં આવેલા અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’નું મૃત્યુ થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને ફેસબુક પર 6 ડિસેમ્બર, 2017ના રોજ @copal.org દ્વારા અપલોડ કરવામાં આવેલી પોસ્ટ જોવા મળે છે. સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’ વાયરલ તસવર અહીંયા ફેસબુક પોસ્ટમાં જોઈ શકાય છે. આ પોસ્ટ એક માણસ અને મગર વચ્ચેની અનોખી મિત્રતા વિશે વિસ્તૃત રીતે જાણકારી આપવામાં આવેલ છે. પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી મુજબ આ તસ્વીર કોસ્ટા રિકા દેશની છે, અને આ મગરનું નામ પોચો છે.
વધુમાં, અમને YouTube પર ‘pocho‘ અને ‘costa reca‘ કીવર્ડ્સના આધારે સર્ચ કરતા યુટ્યુબ પર મગરના ઘણા વીડિયો જોવા મળ્યા છે. 27 જુલાઈ, 2014ના રોજ યુટ્યુબ ચેનલ સનશી દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં વાયરલ તસ્વીર 20 મિનિટ 55 સેકન્ડ પછી જોઈ શકાય છે. વીડિયો સાથે ‘નેટ જિયો વાઇલ્ડ ડોક્યુમેન્ટ્રી’નો વોટરમાર્ક પણ જોઈ શકાય છે.
આ ઉપરાંત, વાયરલ વિડીયો અંગે વધુમાં 2013માં રિલીઝ થયેલી ‘ટચિંગ ધ ડ્રેગન‘ નામની ડોક્યુમેન્ટરી અંગે જાણવા મળે છે. ફિલ્મ રિવ્યુ વેબસાઈટ IMDb અનુસાર, ડોક્યુમેન્ટરી પોચો (મગર) વિશે છે. કોસ્ટા રિકાના આ મગરનો સ્થાનિક માછીમાર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. ઘણી મીડિયા વેબસાઈટમાં તેમની મિત્રતા સાથે જોડાયેલા સમાચાર પણ પ્રકાશિત થયા છે. જો..કે અહેવાલો અનુસાર, પોચોનું મૃત્યુ વર્ષ 2011માં થયું હતું.
Conclusion
કેરળના કાસરગોડમાં આવેલા અનંત પદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત મગર ‘બાબિયા’નું મૃત્યુ થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર કોસ્ટા રિકા દેશની છે, અને આ મગરનું નામ પોચો છે.
Result : False
Our Source
Facebook Post By @copal.org, Dated December 6, 2017
YouTube Video By Sunshy, Dated July 27, 2014
IMDb Website
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044