Authors
Claim : નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું
Fact : આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજવી પરિવારની મુલાકાત દર્શાવતો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ભારતના વડાપ્રધાનને યુનાઇટેડ કિંગડમની રાણી દ્વારા ભોજનનું આમંત્રણ મળ્યું છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
Fact Check / Verification
નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોની હકીકત જાણવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ અને કીવર્ડ સર્ચ કરતા અમને 4 મે, 2022ના રોજ શેર કરવામાં આવેલા ઘણા મીડિયા અહેવાલો મળ્યા જે દર્શાવે છે કે PM નરેન્દ્ર મોદીની યુરોપ મુલાકાતના બીજા દિવસે ડેનમાર્ક કિંગડમના રાણી માર્ગ્રેથે તરફથી તેમનું ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વીડિયોની કીફ્રેમ પર રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને ANI, CNN-News18 અને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 4 મે, 2022ના વિડિયો ન્યૂઝ રિપોર્ટ્સ મળ્યા. આ અહેવાલ મુજબ વીડિયોમાં PM મોદી ડેનમાર્કની રાણી માર્ગ્રેથે સાથેની મુલાકાતના દ્રશ્યો જોઈ શકાય છે.
પ્રેસ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ડિયાએ પણ આ જ ઘટના પર એક પ્રેસ નોટ પણ અપલોડ કરી હતી. આ જ સમાચાર ડેનમાર્કના વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચાર અહીં જોઈ શકાય છે .
જ્યારે નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગે સર્ચ કરતા 1969માં રાણી એલિઝાબેથે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બકિંગહામ પેલેસમાં ઈન્દિરા ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અમને જાણવા મળ્યું કે જવાહરલાલ નેહરુ ડેનમાર્કની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.
(આ પણ વાંચો : પીએમ મોદીને લઈને વાયરલ થયેલા આ દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો)
Conclusion
નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગેનો દાવો તદ્દન ભ્રામક છે. આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
Result : False
Our Source
1. Facebook profiles of Ramakrishnan G
2. X Profiles of Prime Minister India, Narendra Modi, Ministry of I&B
3. Youtube Pages of ANI, CNN, Hindustan Times
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044