Authors
ગુજરાતમાં સતત કેટલાક દિવસોથી વિવિધ ભાગોમાં ભારે વરસાદને લીધે નદીઓ અને ડૅમ ઑવરફ્લો થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વડોદરા અને સૌરાષ્ટ્રના શહેરો પાણીમાં ગરકાવ થયા. દરમિયાન સોશિયલ મીડિયામાં ગુજરાતમાં વરસાદી પૂરની તસવીરો અને વીડિયોની સાથે સાથે કેટલીક ખોટી માહિતીઓ પણ વાઇરલ થઈ જેમાં જોધપુર અને જયપુરના વીડિયો ગુજરાતના પૂરના વીડિયો તરીકે વાઇરલ કરાયા. જે ન્યૂઝચેકરની તપાસમાં દાવા ખોટા પુરવાર થયા. ગુજરાતના વરસાદી પૂરને લઈને કેટલીક ફેક માહિતીઓ અને દાવા વાઇરલ થયા તેને ન્યૂઝચેકરે તપાસ્યા ખોટી માહિતીઓ ઉજાગર કરી.
ઉપરાંત સરકારે ટેલિગ્રામ ઍપ પ્રતિબંધિત કરી હોવાનો દાવો વાઇરલ થયો જે પણ ન્યૂઝચેકરની તપાસમાં ખોટો પુરવાર થયો..સાથે સાથે કોલકાતા રૅપ કેસ મામલે પણ બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી રેલીનો વીડિયો કોલકાતાનો ગણાવી સાંપ્રદાયિક દાવા સાથે વાઇરલ કરાયો જેને ન્યૂઝચેકરે ફેક્ટ ચેક કરી સત્ય બહાર લાવ્યું.
જોધપુરમાં અતિશય વરસાદી પૂરનો વીડિયો ગુજરાતમાં ભારે વરસાદના પૂરનો ગણાવી વાઇરલ
ગુજરાતમાં સતત 3 દિવસથી ભારે વરસાદના લીધે વિસ્તારોમાં પૂર આવ્યા. પરંતુ જોધપુરનો વરસાદી પૂરનો વીડિયો ગુજરાતનો ગણાવી વાઇરલ કરાયો. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર યુઝર્સે વરસાદી પૂરની અન્ય તસવીરો સાથે ઉપરોક્ત ખાસ વીડિયો શેર કર્યો છે. ઘણી પોસ્ટમાં ઉપરોક્ત વીડિયો વાઇરલ જોવા મળ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
જયપુરમાં વરસાદના લીધે રોડમાં જેસીબી ધસી ગયાનો વીડિયો ગુજરાતમાં વરસાદી પૂરની ઘટના ગણાવી વાઇરલ
વળી જયપુરમાં પણ વરસાદી પૂરના લીધે જેસીબી રોડમાં ધસી ગયાનો વીડિયો ગુજરાતના પૂરની ઘટના ગણાવી વાઇરલ કરાયો. આ દાવા સાથે વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં એક જેસીબી વરસાદી પાણીને લીધે રોડ તૂટી પડતા તેના ખાડામાં ધસી ગયેલું છે. જે અમારી તપાસમાં બહાર આવ્યું. વધુ અહેવાલ અહીં વાંચો.
ભારત સરકારે ટેલિગ્રામ ઍપ પ્રતિબંધિત કરી હોવાનો વાઇરલ દાવો ખરેખર ફેક, સરકારે પ્રતિબંધ નથી મૂક્યો
સોશિયલ મીડિયા ઍપ ભારતમાં સરકારે પ્રતિબંધિત કરી હોવાની ફેક સમાચાર ક્લિપને તપાસ કરી અમે સત્ય બહાર લાવ્યા કે અહેવાલ ફેક છે. ઝી ન્યૂઝનો એક ગ્રાફિક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, તપાસમાં અમને આ દાવો ખોટો હોવાનું જણાયું હતું. વધુ અહેવાલ અહીં વાંચો.
ઢાકામાં જમાત-એ-ઇસ્લામીની એક વર્ષ જૂની રેલીનો વીડિયો કોલકાતાનો ગણાવી સાંપ્રદાયિક દાવા સાથે કરાયો વાઇરલ
કોલકાતા રેપ કેસ ઘણો ચર્ચાસ્પદ રહ્યો તે સમયે ઢાકાની જમાતી રેલીનો વીડિયો કોલકાતાની સાંપ્રદાયિક ઘટના ગણાવી વાઇરલ કરાયો. તપાસમાં વીડિયો બાંગ્લાદેશનો નીકળ્યો. તપાસ કરતા અમને જાણવા મળ્યું કે, આ જૂન-2023માં ઢાકામાં આયોજિત ‘જમાત-એ-ઈસ્લામી’ની રેલીનો વીડિયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044