Authors
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આથી રાજ્યમાં રાજકીય પ્રચાર પૂરજોરમાં છે. દરમિયાન ચૂંટણી માહોલમાં રાહુલ ગાંધી અને ભાજપ સહિતના મામલે વાઇરલ દાવા જોવા મળ્યા. જેમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું હોવાનો દાવો વાઇરલ થયો. જે અમારી તપાસમાં ખોટો સાબિત થયો. ઉપરાંત મહારાષ્ટ્રમાં ગુજરાતના વિકાસના નામે મત માટે ભાજપ આણી યુતિની અપીલ કરતી જાહેરખબર વાઇરલ થઈ હતી. જે પણ અમારી તપાસમાં એડિટ કરેલી તસવીર હોવાનું પુરવાર થયું. વધુમાં ન્યૂઝિલૅન્ડ સામેની કારમી હાર પછી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્માની ઘણી ટીકા થઈ. તેવામાં તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હોવાનો ખોટો દાવો પણ વાઇરલ થયો. જેને અમારી તપાસમાં અમે ફેક્ટ કેચ કર્યો. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું? શું છે સત્ય
રાહુલ ગાંધીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું હોવાનો દાવો કરાયો. જોકે, વાયરલ વીડિયોમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરતા નહીં હોવાનો નિષ્કર્ષ નીકળ્યો. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
ભાજપ મહારાષ્ટ્રમાં ગુજરાતની પ્રગતિ માટે મહાગઠબંધનને મત આપવાનું કહે છે?
મહારાષ્ટ્રના મતદારોને ગુજરાતના વિકાસ માટે મહાગઠબંધનને મત આપવા અપીલ કરતી ભાજપની જાહેરાતનો દાવો વાઇરલ થયો. તપાસમાં બહાર આવ્યું છે કે, ભાજપનું જાહેરાત બેનર એડિટ કરવામાં આવ્યું હતું અને તેમાં મહારાષ્ટ્રને બદલે ગુજરાત શબ્દ લગાવીને ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
રોહિત શર્માએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી? જાણો સત્ય
રોહિત શર્માએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું, ‘હું હવે ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ નથી’. પરંતુ રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મૅચમાં અંગત કારણસર ઉપલબ્ધ નહીં હોવાની શક્યતાના અહેવાલને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે. રોહિત શર્મા ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઈ રહ્યાં. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
સફરજનમાં ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવે છે? ‘ઍપલ જેહાદ’ વીડિયો પાછળનું સત્ય શું છે?
મુસ્લિમ ફળ વિક્રેતાઓ સફરજનમાં ઝેરનું ઇન્જેક્શન આપે છે. તેઓ હિંદુઓને વેચતા પહેલા સ્ટિકર વડે નિશાનો ઢાંકી દે છે. ખરેખર સફરજનમાં તેના પર જીવાતોના નિશાન સાથેનો વીડિયો ખોટા સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ થયો છે. આથી દાવો ખોટો નીક્ળ્યો. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044