Wednesday, April 2, 2025
ગુજરાતી

Coronavirus

સુરત શહેરના 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવરની વાયરલ કલીપનું સત્ય

banner_image

claim :-

સુરત શહેરમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ બધા વચ્ચે 108 એમ્બ્યુલન્સ (108 Ambulance Driver)ના એક ડ્રાઇવરની તેના પરિચિત સાથેની વાતચીતની એક ઓડીઓ ક્લિપ વાયરલ (Viral Audio Clip) થઈ હતી. વોટસએપ પર આ ઓડીઓ શેયર કરવામાં આવી રહ્યો છે. વાયરલ કલીપમાં થયેલ વાતચીત પ્રમાણે સુરત શહેરની સ્થિતિ કોરોના વાયરસના કારણે ખરાબ હોવાનું અને 70-80 ડેડબોડી એક જ દિવસમાં જોયેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Fact check :-

વાયરલ કલીપ મુદ્દે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર News18 Gujarati દ્વારા પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે, જેમાં આ ઓડીઓ કલીપ મુદ્દે 108ના ડ્રાઇવર તરીકે ઓળખ આપતા વ્યક્તિ સાથે અન્ય એકની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાવવામાં આવેલ છે.

akilanews,indianexpress દ્વારા પણ આ મુદ્દે ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે. જે મુજબ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે 108ના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપનાર વ્યક્તિ ખરેખર એક ખાનગી હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 108માં નોકરી દરમિયાન ગેરવર્તન બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ડિઝાસ્ટર એકટ હેઠળ ગુનો નોંધી, મહામારી સમયે અફવા ફેલાવવા પર કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, વાયરલ કલીપમાં જે વ્યક્તિ 108નો ડ્રાઈવર હોવાનો દાવો કરે છે, તેને નોકરી પરથી બરખાસ્ત કરવામાં આવેલ છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ વ્યક્તિની મહામારી સમયે અફવા ફેલાવવા પર ધરપકડ અને કાર્યવાહી હાથ ધરેલ છે.

  • Tools :-
  • Whatsapp
  • Keyword Search
  • News Report
  • Youtube

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,631

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.