Claim :-
કોરોના વાયરસથી લડવા માટે બાબા રામદેવ કંપની પતંજલી દ્વારા કોરોના કીટ બનાવવામાં આવી છે, જેના પર અનેક ચર્ચા તેમજ દવાના પરિણામ પર તેમજ આયુષ મંત્રાલય દ્વારા આ દવાના માર્કેટિંગ પર રોક લગાવવામાં આવી હતી. જે બાદ સોશ્યલ મીડિયા પર આ ઘટના પર અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં કેટલાક યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે “પતંજલી ની આયુર્વેદિક કોરોના દવા પર પ્રતિબંધ લગાવનાર #ડો.મુંજાહિદ હુસેન ને આયુષ મંત્રાલય એ કાઢી મુક્યો” ફેસબુક અને ટ્વીટર પર 25 જૂનના પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
Fact check :-
વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા કેટલાક કીવર્ડ સાથે આયુષ મંત્રાલય વેબસાઈટ પર સર્ચ કરતા, પતંજલી દ્વારા બનાવવામાં આવેલ કોરોના કીટ પર આયુષ મંત્રાલય દ્વારા 23 જુનના આપવામાં આવેલ સ્ટેટમેન્ટ જોવા મળે છે. જેમાં મંત્રાલય દ્વારા આ દવાના વિજ્ઞાપન પર રોક લગાવવામાં આવી છે.
જે બાદ આયુષ મંત્રાલયના ટ્વીટર એકાઉન્ટ પર આ દાવાની શોધખોળ કરતા મંત્રાલય દ્વારા 25 જૂન 2020ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ સાથે ખુલાસો આપવામાં આવ્યો છે, વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કે આયુષ મંત્રાલયે આ દવા પર રોક લગાવનાર ડોક્ટર મુજાહીદ હુસેનને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે. મંત્રાલય દ્વારા કોઈપણ કર્મચારીને બરખાસ્ત કરવામાં આવ્યા નથી.
આ જાણકારી આયુષ મંત્રાલયના ફેસબુક પેઈજ પર પણ આપવામાં આવી છે.
ઉપરાંત hindi.newschecker ટીમ દ્વારા વાયરલ દાવાની સત્યતા જાણવા આયુષ મંત્રાલય સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા ઘટના પર માહિતી લેવામાં આવી હતી. જેના જવાબમાં આયુષ મંત્રાલયે સપષ્ટ કર્યું છે કોઈપણ મેડિકલ ઓફિસર કે ડોકટરને નોકરી પરથી છુટા કરવામાં આવ્યા નથી, તેમજ ડોકટર મુજાહીદ હુસેન નામક કોઈપણ વ્યક્તિ મંત્રાલયમાં કામ નથી કરી રહ્યું.

Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, આયુષ મંત્રાલય દ્વારા કોઈપણ વ્યક્તિને બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર રોક લગાવવા સંદર્ભે નોકરી માંથી છુટા કરવામાં આવ્યા નથી. તેમજ મંત્રાલયે ફેસબુક અને ટ્વીટરના માધ્ય્મ દ્વારા વાયરલ દાવા પર ખુલાસો પણ આપ્યો છે. આ સાથે મંત્રાલય દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે ડોકટર મુજાહીદ હુસેન નામક કોઈ વ્યક્તિ મંત્રાલયમાં નોકરી નથી કરી રહ્યો.
source :-
Facebook
Twitter
Govt.website
Keyword search
Phone Verification
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)