રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે, સોશ્યલ મીડિયા પર “રામમંદિર પર ફેંસલો આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
જયારે ટ્વીટર પર “#Delhi- पूर्व CJI रंजन गोगोई को कोरोना, रंजन गोगोई की रिपोर्ट कोरोना पॉजिटिव आई। #RanjanGogoi #coronavirus” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઇ રહી છે.
Factcheck / Verification
વાયરલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી પ્રમાણે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, ન્યુઝ સંસ્થાન tv9bharatvarsh, patrika તેમજ અન્ય કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા પ્રકાશિત કરાયેલ ખબર જોવા મળે છે. જે મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનો દાવો કરે છે.


જયારે આ મુદ્દે ટ્વીટર પર bar and bench જે વકીલ,અદાલતો અને નવા કાયદા અંગે ન્યુઝ પ્રકાશિત કરે છે. bar and bench દ્વારા આ મુદ્દે રંજન ગોગોઈ સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી, જે મુજબ ચીફ જસ્ટિસ દ્વારા આ સમાચાર ખોટા હોવાની માહિતી આપવામાં આવેલ છે.
Conclusion
વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાની વાત તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ ભ્રામક પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે. જયારે આ મુદ્દે ચીફ જસ્ટિસ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની વાત ભ્રામક દાવો હોવાનો ખુલાસો આપેલ છે.
Result :- False News
Our Source :-
bar and bench :- https://twitter.com/barandbench/status/1290705110905974784
News Report :- https://www.tv9bharatvarsh.com/india/former-chief-justice-of-india-ranjan-gogoi-found-coronavirus-positive-260395.html
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)