કોરોના વાયરસનું સંક્ર્મણ વધતું જઈ રહ્યું છે, દરરોજ આવનારા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક એક પોસ્ટ વાયરલ થયેલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ હવે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ રહી છે.

Factcheck / Verification
રાજકોટમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, અને ગુજરાતનું નવું કોરોના હોટસ્પોટ બન્યું હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા gujaratsamachar, zeenews તેમજ tv9gujarati દ્વારા 10 સપ્ટેમ્બરના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રાજકોટ શહેરના અગ્રણી સહિત 100 થી વધુ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ IMA ના પ્રમુખ ડો.જય ધિરવાણીએ રાજકોટના તમામ તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ઉપર મળેલ જાણકારી બાદ કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા AKILA ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ હોવા મળે છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સોશ્યલ મીડિયા પર રાજકોટ હાઈ એલર્ટ અંગે વાયરલ પોસ્ટ વિશે સ્પષ્ટતા આપવામાં આવેલ છે. જે મુજબ શહેરમાં સંક્ર્મણ રોકવા માટે પિર્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, મ્યુ. કોર્પોરેશન દ્વારા કોઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ નથી. કોરોના વાયરસ પર કોઈપણ બિનસત્તાવાર મેસેજ પર ભ્રમિત થવું નહીં.

આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે અમે રાજકોટ મ્યુ.કોર્પોરેશનના PRO ભુપેન્દ્ર રાઠોડ સાથે વાતચીત કરતા જાણવા મળે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવાઓ ભ્રામક હોવાની માહિતી આપવામાં આવે છે, તેમજ કોર્પોરેશન દ્વારા શહેરમાં આ પ્રકારે કોઈ હાઈએલર્ટ જાહેર કરાયું નથી. IMA રાજકોટ દ્વારા ડોકટરો જે કોરોના વોરિયર્સ છે, તેમના માટે હાઈએલર્ટ જાહેર કરાયું છે કારણ કે છેલ્લા બે દિવસોમાં 100થી વધુ ડોકટરો કોરોના પોઝિટિવ રાજકોટ શહેરમાં આવેલ છે.
આ મુદ્દે IMA રાજકોટના પ્રેસિડેન્ટ ડોકટર જય ધિરવાણી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે શહેરના 100થી વધુ ડોક્ટર કોરોના પોઝિટિવ આવતા રાજકોટ શહેરના ડોક્ટર્સ માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે, આમ તો IMA દ્વારા દેશભરના ડોકટરો માટે જુલાઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતિ બાદ રાજકોટના ડોકટરો માટે આ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
Conclusion
રાજકોટ ગુજરાતનું નવું કોરોના હોટસ્પોટ બન્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. આ મુદ્દે રાજકોટ મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે, જેમાં રાજકોટ હાઇએલર્ટ પર હોવાના દાવાને ભ્રામક જણાવવામાં આવેલ છે. ઉપરાંત newschecker દ્વારા રાજકોટ કોર્પોરેશન PRO તેમજ IMA રાજકોટ પ્રેસિડેન્ટ ડોકટર સાથે વાતચીત કરતા તેઓ દ્વારા પણ આ વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપવામાં આવે છે.
Result :- Misleading
Our Source
gujaratsamachar
tv9gujarati
timesofindia
deccanherald
IMA
RMC
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)