કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોનાના રિપોર્ટને કારણે મૂંઝવણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. સાંસદ મનોજ તિવારીએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શાહનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના થોડા સમય પછી સોશ્યલ મીડિયા અને કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ ખબર શેયર કરવામાં આવેલ છે. ટ્વીટર પર sandeshnews દ્વારા ટ્વીટર પર “કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ ગઇકાલે કરાવ્યો હતો કોરોના ટેસ્ટ અમિત શાહ થયાં કોરોના મુકત,મેદાંતા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર” કેપશન સાથે ટ્વીટ જોવા મળે છે.

વાયરલ દાવો ફેસબુક પર પણ અનેક યુઝર્સ દ્વારા “ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ, ભાજપના આ સાંસદે ટ્વીટ કરી આપી માહિતી” કેપશન સાથે શેયર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા 3 ઓગષ્ટના TOI દ્વારા અમિતશાહ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. તેઓને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, તેમજ તેઓ હોસ્પિટલ રૂમથી પોતાનું કાર્ય કરી રહ્યા છે.

વાયરલ દાવાની શરૂઆત ભાજપ સાંસદ મનોજ તિવારી દ્વારા ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ટ્વીટ કરવામાં આવી હતી. આ ટ્વીટ ન્યુઝ સંસ્થાન ANI દ્વારા પણ શેયર કરવામાં આવી હતી.

થોડા સમય પછી ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો. સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવેલ છે. બીજી તરફ મનોજ તિવારીએ ટ્વીટને ડિલીટ કરી દીધું છે.ટ્વીટર પર ANI અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ ન આવ્યો હોવાની માહિતી આપવામાં આવેલ છે.

Conclusion
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી તદ્દન ભ્રામક છે. ભાજપ સાંસદ મનોજ તિવારી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પર ગૃહ મંત્રાલય દ્વારા અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result : False
Our Source
ANI : https://twitter.com/ANI/status/1292363279407419393
timesofindia : https://timesofindia.indiatimes.com/india/amit-shah-tests-ve-admitted-to-medanta-hospital-in-gurgaon/articleshow/77323205.cms
ndtv : https://www.ndtv.com/india-news/home-minister-amit-shah-tests-negative-for-covid-19-tweets-bjp-mp-manoj-tiwari-2276620
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)