લોકોમાં કોરોના વાયરસ રસી વિશે નવી આશા હતી. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધી રહ્યું છે. આ દિવસોમાં વધતા કોરોના વાયરસના કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનું કારણ બન્યું છે. (ICMR)
મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન સહિત નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે . આવી સ્થિતિમાં ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના નામે એક પત્ર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આઇસીએમઆરએ પત્રમાં કોરોનાવાયરસ અંગે કેટલીક માર્ગદર્શિકા આપી હોવાના અહેવાલ છે. સૂચનાઓ સંબંધિત પત્રમાં અંગ્રેજી ભાષાના કુલ 21 મુદ્દા આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :- President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
Factcheck / Verification
ICMRની નવી ગાઇડલાઇન હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ લેટરની સત્યતા તપાસવા માટે કેટલાક ગુગલ કીવર્ડના આધારે સર્ચ કર્યું જેમાં Dillistan નામના ફેસબુક યુઝરે 14 મે, 2020 ના રોજ આ વાયરલ પોસ્ટ પોસ્ટ શેર કરી હતી.
ઉપરોક્ત ફેસબુક પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે દાવા વાયરલ થઈ રહ્યો છે તે આ વર્ષનો નહીં પરંતુ પાછલા વર્ષનો છે. પરંતુ વધુ માહિતી માટે અમે ICMRના સત્તાવાર ટ્વિટર હેન્ડલની પણ તપાસ કરી . પરંતુ અહીં પણ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કંઈપણ જોવા મળ્યું નહીં.
આ સાથે, અમે ICMR વેબસાઇટ પર તાજેતરમાં પ્રકાશિત થયેલ તમામ અખબારી જાહેરાતોની તપાસ કરી. જે દરમિયાન જોવા મળે છે કે વર્ષ 2021માં આઇસીએમઆરએ કુલ બે પ્રેસ રિલીઝ જાહેર કરેલ છે, જેમાં કોરોના વાયરસ સંબંધિત કોઈ નવી માર્ગદર્શિકા જોવા મળતી નથી.
જયારે ICMRના વાયરલ થયેલ લેટરને નજીકથી જોતા જાણવા મળ્યું કે લખાણમાં ઘણી વ્યાકરણ અને જોડણીની ભૂલો છે. જે ભૂલ ક્ષતિઓ અહીંયા જોઈ શકાય છે.
Conclusion
કોરોના વાયરસ સંબંધિત આઈસીએમઆરના નામે નવી ગાઇડલાઇન્સ સાથેનો લેટર નકલી ભ્રામક છે. શોધ દરમિયાન મળેલા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
ICMR
Twitter
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)