Claim :-
AIMIM પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસી દ્વાર કોરોના જેવું કશું છે નહીં, સરકાર મૂર્ખ બનાવી રહી હોવાનું કહેવામાં આવ્યું હોવાના દાવા સાથે ફેસબુક અને ટ્વીટર પર “ये वही है ना जो कह रहा था कोरोना जैसा कुछ नही है सरकार मूर्ख बना रही है” કેપશન સાથે ઓવૈસી કોરોના ટેસ્ટ કરાવી રહ્યા ની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.


Fact check :-
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, thehansindia, deccanchronicle તેમજ અન્ય કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ 11 જુલાઈ 2020ના ઓવૈસી કોરોના ટેસ્ટ માટે હૈદરાબાદ સરકારી હોસ્પિટલ પર ગયા હતા, જ્યાં તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તમેજ નાગરિકોને પણ ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.


ટ્વીટર પર પણ ઓવૈસી દ્વારા પોતાના કોરોના ટેસ્ટ વિશે ટ્વીટ દ્વારા માહિતી શેયર કરેલ છે. જેમાં તેઓએ લખ્યું છે, “COVID-19 માટે આજે મારો એન્ટિજેન અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટ નેગેટિવ આવેલ છે, અલ્હમદુલીલાહ. સાઉથ હૈદરાબાદમાં 30 કેન્દ્રો છે, જ્યાં એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવે છે, હું તમને બધાને ટેસ્ટ કરાવવા પ્રોત્સાહિત કરું છું”
ત્યારબાદ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ‘કોરોના જેવું કશું છે નહીં, સરકાર મૂર્ખ બનાવી રહી છે’ જેના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા telanganatoday દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં ઓવૈસી દ્વારા PPE , sanitizer, N95 maskનું દાન આપવામાં આવ્યું હતું.

27 માર્ચના પબ્લિશ થયેલ આર્ટિકલ, જેમાં ઓવૈસી દ્વારા મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી છે, શુક્રવાર એટલેકે જુમ્માની નમાઝ ઘર પર રહીને કરવા તમામ મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી હતી.

newindianexpress દ્વારા 10 જુલાઈના પબ્લિશ કરાયેલ આર્ટિકલ, જેમાં ઓવૈસી દ્વારા તેલંગણા સરકારને કોરોના ટેસ્ટની સંખ્યા અપીલ કરી હતી.

જયારે financialexpress એક આર્ટિકલ મુજબ, ઓવૈસીએ નિઝામુદીન મરકજમાં થયેલ ઘટનાને મુસ્લિમ સમાજ સાથે જોડવા અને કોરોના વાયરસના ફેલાવા પાછળ મુસ્લિમ સમાજને જવાબદાર ગણાવવું એક શરમજંક વાત છે.

Conclusion :-
વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે, ઓવૈસી દ્વારા ક્યારેય કોરોના ના હોવાનું અને સરકાર મૂર્ખ બનાવી રહી હોવાનું કહેવામાં આવ્યું નથી. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર ઓવૈસીનો 11 જુલાઈના થયેલ કોરોના ટેસ્ટ સમયની છે.
- Tools :-
- News Report
- Keyword Search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)