Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
આમ આદમી પાર્ટીના નેતા અલકા લાંબાની એક તસવીર સોશિયલ મીડિયા પર દાવા સાથે શેયર કરવામાં આવી છે. જેમાં તેણીએ ચૂંટણી પ્રચાર સમયે તેના ટી-શર્ટ પર ચૂંટણી પ્રતીક તરીકે કોંગ્રેસનું પ્રતિક લગાવ્યું છે.
लाम्बा मैडम जानती है कि कोई EVM पर पंजा दबाने की कोशिश न करेगा
ऐसा अश्लील प्रचार चुनाव के वक्त प्रतिबन्धित हो।
चुनाव आयोग तुरन्त संज्ञान ले। pic.twitter.com/sHtqAWcbWI
— ॐ Squirrel of RAM (@Krantikari108) November 4, 2019
આ મુદ્દે ટ્વિટર વપરાશકર્તાએ “અશ્લીલ ઝુંબેશ” ની પદ્ધતિઓનો ઉપયોગ કરવા પર અલકા લાંબાની મજાક ઉડાવી હતી.
વેરીફીકેશન :-
ફેસબુક અને ટ્વિટર પર પણ આ સમાન પોસ્ટ સાથે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. આ વાયરલ પોસ્ટની તાપસ માટે અમે આ તસ્વીરને વ્યવસ્થિત જોવામાં આવી ત્યારે અમુક ભૂલો જોવા મળી આવી. આ તસવીરની ગુગલ સર્ચ પરથી બહાર આવ્યું છે કે તે ભારતીય રાષ્ટ્રધ્વજની જગ્યાએ કોંગ્રેસના ચૂંટણી પ્રતીક સાથે ફોટોશોપ કરાઈ હતી. જે પોસ્ટ અલકા લામ્બાએ 15 ઓગસ્ટ, 2019 ના રોજ ટ્વીટ કરી હતી.
लाम्बा मैडम जानती है कि कोई EVM पर पंजा दबाने की कोशिश न करेगा
ऐसा अश्लील प्रचार चुनाव के वक्त प्रतिबन्धित हो।
चुनाव आयोग तुरन्त संज्ञान ले। @thebobbydeoll @krishnacomedian @AnandGSharma @PakauTweet @R_Collector1981 @Bhakt_Namo_Kaa @TheNyLahBaloch @thebobbydeoll pic.twitter.com/0DKHkSWKpD
— LOKESH GAUTAM (@lokeshgautam007) November 4, 2019
આ પોસ્ટ અલકા લામ્બાએ જયારે ટ્વીટર પર શેયર કરી હતી ત્યાર બાદ કેટલાક યુઝર્સ દ્વારા આ તસ્વીરને ફોટોશોપ કરી જ્યાં ભારતનો રાષ્ટ્ર ધ્વજ છે તેની જગ્યાએ કોંગેસ પાર્ટીનું પ્રતિક લગાવવામાં આવ્યું છે. જે બાદ સોશિયલ મિડિયામાં આ તસ્વીરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.

આ મુદ્દે અલકા લામ્બાએ પણ ટ્વીટ કરી માહિતી (ખુલાસો) આપ્યો હતો, જેમાં તેમણે આ પ્રકારની તસ્વીર બનવાનાર પર ટીકા કરી હતી, તેમજ તસ્વીર સાથે જે દાવો કરવામાં આવ્યો છે તેને પણ નકારી કાઢ્યો હતો.
ए वतन मेरे वतन आज़ाद रहे तू .#IndependenceDayIndia #India #RakshaBandhan #JaiHind #Rakhi #RakshaBandhan2019 pic.twitter.com/fXjOcoVXer
— Alka Lamba – अलका लाम्बा (@LambaAlka) August 15, 2019
વાયરલ કરવામાં આવેલી તસ્વીર ફોટોશોપ દ્વારા એડિટ કરી ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી છે. જેના પુરાવા અલકા લામ્બાએ ખુદે પણ આપ્યા છે અને ગુગલ સર્ચ દ્વારા અસલી તસ્વીર પણ મળી આવે છે, જે પરથી સાબિત થાય છે કે આ એક ફેક ન્યુઝ છે ખોટા ભ્રામક દાવા છે.
ટુલ્સ :-
પરિણામ :- ફેક ન્યુઝ (ભ્રામક દાવો)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025