Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
દિલ્હીના દ્વારકા સેકટરમાં એક સરકારી શાળા આમ આદમી પાર્ટી એટલે કે કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જેની તસ્વીર સોશિયલ મિડિયામાં ક્જેરીવાલની તસ્વીર સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
જેનું કેપ્શન(શીર્ષક) આપવામાં આવ્યું છે “આ કોઈ 5સ્ટાર હોટેલ નથી, આ દિલ્હીની સરકારી શાળા છે”. હાલ દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ પ્રકારની તસ્વીર સોશિયલ મિડ્યામાં વાયરલ કરવામાં આવી રહી છે.
વેરીફીકેશન :-
જે તસ્વીર કેજરીવાલ સાથે વાયરલ કરવામાં આવી રહી છે, તેની તાપસ માટે અમે તેને ગુગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું ત્યારે એક ઘટસ્ફોટ થયો અને સાબિત થયું કે આ તસ્વીરમાં જે ઈમારત બતાવવામાં આવી છે તે દિલ્હીની કોઈ સરકારી શાળા નહી પરંતુ મધ્યપ્રદેશના છીંડવાડા મેડીકલ કોલેજની બિલ્ડીંગની છે.

Today Chief Minister Shri Kamal Nath will also inaugurate Chhindwara Medical College. During his Chhindwara visit HCM will Inaugurate and lay foundation stone of different development projects costing over 1944 Crore rupee.@MOHedump @JansamparkMP @dmchhindwara @prochhindwara pic.twitter.com/Z0sCLO8md9
— CMO Madhya Pradesh (@CMMadhyaPradesh) February 28, 2019
આ મુદ્દે વધારે તપાસ કરતા ટ્વીટર પર સર્ચ કરતા cmoમધ્યપ્રદેશ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી આ તસ્વીર પ્રકાશિત કરવામાં આવી હતી. જયારે આમ આદમી પંજાબ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી આ ઈમારત દિલ્હીની શાળા હોવાનો ખોટો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

धन्यवाद शिवराज सिंह चौहान जी आपने अपना वादा पूरा किया और निर्धारित समय में मेडिकल कॉलेज निर्माण पूरा कर छिन्दवाड़ा की जनता को सौगात दी।
Thnk u @OfficeOfKNath @ChouhanShivraj Ji#ChhindwaraMedicalCollege pic.twitter.com/7lxyyjrICq
— King of Queens (@bunty_salwanshi) March 1, 2019
નિષ્કર્ષ :-
આ વાયરલ વિડીઓમાં કરવામાં આવી રહેલા દાવાઓ ખોટા સાબિત થાય છે, આ દિલ્હીની સરકારી શાળાની તસ્વીર નહી પરંતુ મધ્યપ્રદેશની એક સરકારી મેડીકલ કોલેજની તસ્વીર છે. જેને હાલ સોશિયલ મિડિયામાં ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
વાપરવામાં આવેલા ટુલ્સ :-
(ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025