ક્લેમ :-
ये हैं छतीसगढ़ के काँग्रेसी मुख्यमंत्री की उप-सचिव सौम्या चौरसिया। ये छत्तीसगढ़ प्रशासनिक सेवा 2008 बैच की अफसर है। इनकम-टैक्स विभाग ने इनके घर #छापा मारा, तो अधिकारी नगद नारायण देख कर हिल गये। 100 करोड़ नगद, 25 किलो से अधिक का सोना और अनगिनत प्रॉपर्टी के कागज मिले हैं.
( આ છે છતીશગઢ઼ના કોંગ્રેસી મુખ્યમંત્રીના ઉપ-સચિવ, જે 2008 બેચના ઓફિસર હતા, ઈન્ક્મ ટેક્સ વિભાગને તેમના ઘરમાં રેઇડ કરી હતી, અધિકારીઓને 100 કરોડ કેશ અને 25 કિલો સોનુ અને અનેક પ્રોપર્ટીના કાગળો મળ્યા છે. )
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર ( આ છે છતીશગઢ઼ના કોંગ્રેસી મુખ્યમંત્રીના ઉપ-સચિવ, જે 2008 બેચના ઓફિસર હતા, ઈન્ક્મ ટેક્સ વિભાગને તેમના ઘરમાં રેઇડ કરી હતી, અધિકારીઓને 100 કરોડ કેશ અને 25 કિલો સોનુ અને અનેક પ્રોપર્ટીના કાગળો મળ્યા છે. ) આ દાવા સાથે બે તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં એક તસ્વીરમાં છતીશગઢના મુખ્યમંત્રીના ઉપસચિવ સૌમ્યા ચોરસીયા અને બીજી તસ્વીર જેમાં કેટલીક રોકડ અને ઘરેણાં જોવા મળે છે.
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ રોકડ અને ઘરેણાંની તસ્વીર અનેક આવક વેરાની રેઇડની ન્યુઝ સાથે પબ્લિશ કરવામાં આવી છે. આ ઉપરાંત આ તસ્વીર સૌપ્રથમ 2016માં એક હવાલા ડીલરના ઘર પર કરવામાં આવેલ રેઇડમાં તેમના બાથરૂમ માંથી આ રોકડ રકમ જેમાં કેટલીક નવી નોટો અને કેટલીક નોટબંધી પહેલાની જૂની નોટો પણ છે. આ ઉપરાંત 4 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ દેશભરમાં થયેલ અનેક રેઇડના ન્યુઝમાં આ તસ્વીર પબ્લિશ કરવામાં આવી છે. economictimes, timesofindia વગેરે જેવા ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જયારે સૌમ્યા ચૌરસિયા છતીશગઢ મુખ્યમંત્રીના ઉપ-સચિવ જેમાં ઘર પર આવકવેરા વિભાગ દ્વારા રેઇડ કરવામાં આવી છે, તેમનું ઘર સીલ કરવામાં આવ્યું છે. જયારે તેમના ઘર માંથી કેટલી રોકડ અને કેટલા ઘરેણાં વગેરે કેટલા પ્રમાણમાં જપ્ત થયું છે કે નહીં તેના વિષે હજુ કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. ANI દ્વારા રેઇડ અને સીલ કરવામાં આવેલ વસ્તુ વિષે એક લેટર પબ્લિશ કર્યો છે, જેમાં પણ કોઈ રકમ કે ઘરેણાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વાયરલ પોસ્ટમાં જે તસ્વીરને સૌમ્યા ચૌરસિયા બતાવવામાં આવી છે , તે તસ્વીર તેમના ફેસબુક એકાઉન્ટ પર જોવા મળે છે. પરંતુ જે તસ્વીરમાં રોકડ અને ઘરેણાં જોવા મળે છે તે તસ્વીર 2016માં બેંગ્લુરુના એક હવાલા ડીલરના ઘર પર થયેલ રેઇડમાં જપ્ત કરાયેલ સામાનની તસ્વીર છે. જેને હાલ ચાલી રહેલ રેઇડના નામ પર અને 100 કરોડ તેમજ 25 સોના હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE IMAGES SEARCH
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (Misleading News)