Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
18 જુલાઈથી અમલમાં આવેલા સુધારેલા GST દરો પરના આક્રોશ વચ્ચે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે અંતિમ સંસ્કારની સેવાઓ પર 18% GST લાદ્યો છે. સરકારના કથિત નિર્ણયની નિંદા કરતા નેટીઝન્સ પણ ટિપ્પણી કરી રહ્યા છે કે “મૃત્યુ અને કર બન્ને અલગ સ્તરે પહોંચી ગઈ છે”.
Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા 22 જુલાઈના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે, જે મુજબ વાયરલ દાવો સાચો નથી. સ્મશાન સેવાઓ પર કોઈ GST નથી. જો કે સ્મશાનગૃહ માટેના વર્ક કોન્ટ્રાક્ટ પર ટેક્સ દર 12% થી વધીને 18% થયો છે.
સોશ્યલ મીડિયા યુઝર્સ ન્યુઝ સંસ્થાન GSTVની એક ન્યુઝ પોસ્ટ શેર કરી રહ્યા છે, આ પોસ્ટમાં સમશાન ગૃહની એક તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે “થોડી શરમ કરો! સરકાર મર્યા બાદ શાંતિથી સળગવા નહીં દે, લાકડા પર 18 ટકા GST”. ફેસબુક પર યુઝર્સ આ પોસ્ટ “રાષ્ટ્રહિત માં હિન્દુઓ હવે એમના મૃત્યુ ઉપર પણ 18% GST આપશે” જેવા કટાક્ષ કરતા લખાણ સાથે શેર કરી રહ્યા છે. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા તેમના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવેલ છે.
મોંઘવારી સામે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ દ્વારા ચાલી રહેલા વિરોધની સાથે સાથે સંસદમાં કેટલીક વસ્તુઓ પર જીએસટીની વસૂલાત પર કરના દરોમાં ફેરફારને કારણે ભાજપના સભ્યો અને વિપક્ષ વચ્ચે ટ્વિટર યુદ્ધ થયું હતું.
રોજિંદા ઉપયોગની આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ કરવા અને ત્યારબાદ ભાવ વધારા માટે કેન્દ્ર સરકારની પણ ટીકા થઈ રહી છે. આના પગલે, એફએમ સીતારમને સ્પષ્ટતા કરવી પડી કે કઠોળ, ઘઉં, ચોખા, લોટ અને દહીં જેવી મોટા પાયે વપરાશની વસ્તુઓ છૂટક વેચાય ત્યારે તેમાં 5% GST પણ લાગશે નહીં.
Fact check / Verification
કેન્દ્ર સરકારે અંતિમ સંસ્કારની સેવાઓ પર 18% GST લાદ્યો હોવાના દાવા અંગે GSTના દરો જાણવા માટે અમે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની વેબસાઇટ પર અપલોડ કરાયેલ 47મી GST કાઉન્સિલ મીટની અધિકૃત પ્રેસ રિલીઝ જોવા મળે છે.
રીલીઝમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાન વગેરેના વર્ક કોન્ટ્રાક્ટ પરના GST દરને 12% થી 18% સુધી તર્કસંગત કરવામાં આવ્યા છે જેથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર દૂર કરવામાં આવે. નોંધનીય છે કે, રિલીઝમાં સ્મશાન સેવાઓ પર GSTનો કોઈ ઉલ્લેખ નથી.
GST હેઠળ વર્ક કોન્ટ્રાક્ટ શું છે?
GST હેઠળ ‘વર્ક કોન્ટ્રાક્ટ’ શું છે તે સમજવા માટે, અમે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 જોયો. CGST અધિનિયમ 2017ની કલમ 2(119) મુજબ, “વર્કસ કોન્ટ્રાક્ટ એટલે બિલ્ડિંગ, બાંધકામ, ફેબ્રિકેશન, કમ્પ્લીશન, ઇરેક્શન, ઇન્સ્ટોલેશન, ફિટિંગ આઉટ, સુધારણા, ફેરફાર, રિપેર, મેઇન્ટેનન્સ, રિનોવેશન, અથવા કમિશનિંગ માટેનો કરાર. સ્થાવર મિલકત જેમાં માલસામાનમાં મિલકતનું ટ્રાન્સફર (પછી ભલે તે માલ તરીકે હોય કે અન્ય કોઈ સ્વરૂપમાં) આવા કરારના અમલમાં સામેલ હોય.
નોંધનીય છે કે, મૃતકના અંતિમ સંસ્કાર, દફન કે અગ્નિસંસ્કાર માટેના માળખા માટેના વર્ક કોન્ટ્રાક્ટ પર અગાઉ 12% ટેક્સ લાગતો હતો જે તાજેતરમાં વધારીને 18% કરવામાં આવ્યો છે. અહીંયા, કેટલાક સમાચાર આઉટલેટ્સે વર્ક કોન્ટ્રાક્ટ પર જીએસટીના સુધારેલા દરો અંગે પણ અહેવાલ કર્યો છે. જે આપને અહીં, અહીં અને અહીં વાંચી શકો છો
ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર શું છે?
ક્લિયર ટેક્સ મુજબ, ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જ્યાં ખરીદેલ ઇનપુટ્સ પર ટેક્સનો દર (એટલે કે મંગાવવામાં આવેલ માલ પર ચૂકવવામાં આવેલ GST દર) આઉટવર્ડ સપ્લાય (એટલે કે વેચાણ પર લેવામાં આવેલ GST દર) કરતાં વધુ હોય છે.
અહીંયા સ્પષ્ટપણે, “વર્ક કોન્ટ્રાક્ટ” પરના GST દરોમાં વધારાને સ્મશાન સેવાઓ પરના ટેક્સમાં વધારા તરીકે ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. પરંતુ, શું GST એક્ટ 2017 હેઠળ સ્મશાન સેવાઓ કરપાત્ર છે? ના, ખરેખર આવી સેવાઓને કેટલાક અધિનિયમ હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
અધિનિયમના અનુસૂચિ 3 મુજબ, અંતિમ સંસ્કાર, દફનવિધિ, સ્મશાનગૃહ અથવા મૃતકના પરિવહન સહિતની સેવાઓનો સમાવેશ જેને ન તો માલના પુરવઠા તરીકે ગણવામાં આવે છે અને ન તો સેવાઓના પુરવઠા તરીકે ગણવામાં આવે છે.”
વધુમાં, સરકારના PIB ફેક્ટ ચેક દ્વારા પણ દાવાને ભ્રામક ગણાવ્યો હતો. 20 જુલાઈ, 2022ના રોજ ટ્વીટર પોસ્ટ મારફતે જણાવ્યું હતું કે “અંતિમ સંસ્કાર, દફન, સ્મશાન અથવા શબઘર સેવાઓ પર કોઈ GST નથી. આ સંદર્ભમાં 18% GST માત્ર વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે અન્ય સેવાઓ માટે નહીં.
Conclusion
કેન્દ્ર સરકારે અંતિમ સંસ્કારની સેવાઓ પર 18% GST લાદ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પોસ્ટ તદ્દન ભ્રામક છે. અંતિમ સંસ્કાર, દફન, સ્મશાન અથવા શબઘર સેવાઓ પર કોઈ GST નથી. 18% GST માત્ર વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે, આ માહિતીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Partly False
Our Source
Press Release Of Ministry Of Finance, Dated June 29, 2022
CGST Act, 2017
Tweet By PIB Fact Check, Dated July 20, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.