ઉત્તરાખંડમાં હિમાલયનું નંદા દેવી ગ્લેશિયર તૂટતા આવેલ ભારે પૂરથી જયપ્રલય થયો હોય તેવા કંપાવનારા દૃશ્યો સર્જાયા હતાં. આ ઘટના પછી ૧૮૦ થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે. અનેક પ્રકારે મદદ કરનાર લોકો ત્યાં હાજર છે, ત્યારે સોશ્યલ મીડિયા પર કેટલીક તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. આ તસ્વીરમાં કેટલાક શીખ લોકો સ્વૈચ્છિક મદદ આપી રહ્યા છે, આ મદદ કરનાર લોકો ખાલિસ્તાની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “प्यारे उत्तराखंड वासियो,घबराए नहीं,खालिस्तानी आतंकवादी (Khalsa Aid)वाले आपकी मदद के लिए पहुंच चूके हैं” કેપશન સાથે આ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
ભારતમાં ખેડૂત આંદોલનની શરૂઆતથી જ સોશિયલ મીડિયા બે જૂથોમાં વહેંચાય ગયું છે. એક જૂથ ખેડૂતોના સમર્થનમાં જ્યારે બીજુ જૂથ આંદોલનમાં વિદેશી અને દેશ વિરોધી દળોની સંડોવણીનો દાવો કરી રહ્યા છે. અત્યાર સુધીની ખેડૂત આંદોલનની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. વિવિધ પ્રસંગોએ, ચળવળમાં ઘણા સકારાત્મક અને નકારાત્મકતા હતા. ઘણા વપરાશકર્તાઓએ એ હકીકતની પણ ટીકા કરી હતી કે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના એક વર્ગમાં આંદોલનમાં રાષ્ટ્રવિરોધી શક્તિઓ છે.
આ જ ક્રમમાં, ઉત્તરાખંડના ચમોલીમાં દુર્ઘટના પછી , ખાલસા એઇડ નામની સંસ્થાએ તેના કેટલાક સ્વયંસેવકોને રાહત કાર્ય માટે ત્યાં મોકલ્યા હતા. નોંધનીય છે કે આ પોસ્ટ સોશિયલ મીડિયાના એ જૂથ જે ખેડૂતોના સમર્થનમાં છે, તેમના દ્વારા કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સાથે કટાક્ષમાં ખાલિસ્તાની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
વાયરલ દાવાની શોધ માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન sabrangindia, tribuneindia અને news18 દ્વારા ઓગષ્ટ 2018માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ કેરેલામાં આવેલ પૂર સમયે ખાલસા એઇડ નામની સંસ્થાના સ્વયંસવેકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકામગીરી કરવામાં આવી હતી. આ ન્યુઝ સાથે હાલમાં ઉત્તરાખંડના નામ પર વાયરલ થયેલ તસ્વીર પણ જોઈ શકાય છે.

આ ઘટના પર ખાલસા એઇડના ટ્વીટર ઓફિશ્યલ એકાઉન્ટ પર સર્ચ કરતા ઓગષ્ટ 2018ના કેરેલામાં આવેલ પૂરની ઘટના પર પહોંચાડવામાં આવેલ મદદ કામગીરી પર વિડિઓ પોસ્ટ જોવા મળે છે.
આ ઉપરાંત અન્ય વાયરલ તસ્વીર જેમાં પણ ઉત્તરાખંડમાં ખાલિસ્તાની મદદ આપી રહ્યા હોવાના દાવા પર ખાલસા એઇડના ટ્વીટર ઓફિશ્યલ એકાઉન્ટ પર ઓક્ટોબર 2019માં પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ વાયરલ તસ્વીર હકીકતમાં બિહારમાં આવેલ પૂર સમયે ખાલસા એઇડ દ્વારા કરવામાં આવેલ રાહત કામગીરી છે.
ખાલિસ્તાની મદદ આપી રહ્યા હોવાના દાવા સાથે વધુ એક વાયરલ તસ્વીર મુદ્દે ખાલસા એઇડના ટ્વીટર એકાઉન્ટ પર ડિસેમ્બર 2020ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં 2018માં અમરનાથ યાત્રાના રસ્તા પર ખાલસા એઇડના સ્વંયસંવેકો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હોવાની માહિતી સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે.
શું છે ખાલસા એઇડ
1999 માં સ્થપાયેલી, ખાલસા એઇડ UK સ્થિત આંતરરાષ્ટ્રીય નોનપ્રોફિટ માનવતાવાદી સંસ્થા છે, જે વિશ્વભરની કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં પીડિતોને સહાય પૂરી પાડે છે. આ સંસ્થા દ્વારા બિહાર, કેરલા,બાંગ્લાદેશ વગેરે જગ્યા પર આવેલ પૂર સમયે રાહત કામગીરી પુરી પાડેલ છે.
Conclusion
ઉત્તરાખંડમાં આવેલ પૂરમાં ખાલિસ્તાની મદદ માટે આવી ગયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરો તદ્દન ભ્રામક છે. ખાલસા એઇડ નામની સંસ્થા દ્વારા કુદરતી આપતી ગ્રસ્ત વિસ્તારોમાં સેવાકીય કાર્ય કરી રહી છે. સોશ્યલ મીડિયા પર ઉત્તરાખંડના નામ પર વાયરલ થયેલ તસ્વીર બિહાર અને કેરલામાં આવેલા પૂર સમયે ખાલસા એઇડ દ્વારા પહોંચાડવામાં આવેલ મદદની તસ્વીર છે.
Result :- Misleading
Our Source
sabrangindia,
tribuneindia
news18
Twitter
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)