શ્રી અશોક ગેહલોત જીએ અમેરિકાથી એવા ફટાકડા બનાવવાની વિનંતી કરી હતી જે સળગતા ઓક્સિજનને મુક્ત કરે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા કેટલાક ફટાકડા સળગાવવામાં આવતા તેનો એક ફોટો વાયરલ થયો છે. નોંધનીય છે કે સરકારે આ વર્ષે કોરોના ધ્યાને લેતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં દિવાળી નિમિત્તે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક બનાવટી દાવાઓ વાયરલ થયા હતા. અમારી ટીમે આવા ઘણા બનાવટી દાવાઓને તથ્યોથી ચકાસણી કરી છે. અશોક ગેહલોતની તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે પોતે આ દિવાળી પર ફટાકડા ફોડી રહ્યા છે અને લોકોને મનાઈ કરવામાં આવી છે.
Factcheck / Verification
અશોક ગેહલોત ફટાકડા સળગાવતા વાયરલ થયેલી તસવીર જોતા જણાયું કે ત્યાં હાજર દરેક વ્યક્તિએ ચહેરા પર માસ્ક રાખ્યું નથી. આ વાયરલ તસ્વીરની ખરાઈ કરવા કેટલાક કીવર્ડ્સની મદદ લીધા પછી વૈભવ ગેહલોતનાં ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ મળી. આ પોસ્ટ 28 નવેમ્બર 2019 ના રોજ કરવામાં આવી હતી, જેમાં વાયરલ તસ્વીર પણ જોઇ શકાય છે. ટ્વિટમાં વૈભવે લખ્યું છે કે, ‘દિવાળીના પ્રસંગે પરિવારે લક્ષ્મી પૂજા કરી હતી.
આ ઉપરાંત અશોક ગેહલોતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ થયેલી તસવીર પણ જોવા મળે છે. જે પોસ્ટ તેઓએ વર્ષ 2019માં કરેલ છે. આ તસ્વીરને હાલમાં ખોટા અને ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.
Conclusion
CM અશોક ગહેલોત ફટાકડા ફોડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં ઉજવવામાં આવેલ દિવાળી સમયની છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવાઓ સાથે CMની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
Result :- Misleading
Our Source
Ashok Gehlot
Vaibhav Gehlot
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)