ઉત્તરાયણની ઉજવણીમાં આ વર્ષે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જેમેકે DJ વગાડવા તેમજ વધારે લોકોએ એકઠા થવા પર મનાઈ કરવામાં આવી હતી. ત્યારે સોશ્યલ મીડિયા પર CM રૂપાણી ની એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. ટ્વીટર પર ન્યુઝ ચેનલના માલિક વિજય સિંહ રાજપૂત દ્વારા “આ બધા આકાશમા પક્ષી ઓ જોતા તા પણ પોલીસ તંત્ર ના ડોન કેમેરા મા પણ નો દેખાણા લો કરો વાત કાયદાની” કેપશન સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય ઘણા યુઝર્સ દ્વારા ફેસબુક પર પણ આ તસ્વીર સમાન દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા Sandesh News અને Connect Gujarat TV દ્વારા 14 જાન્યુઆરી 2019ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ આ વાયરલ તસ્વીર 2019માં ઉજવવામાં આવેલ ઉત્તરાયણની હોવાની સાબિત થાય છે.
આ મુદ્દે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh અને nationgujarat દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) હોમટાઉન રાજકોટ (Rajkot)માં દર વર્ષની માફક મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી નહીં કરે. તાજેતરમાં જ તેમના મિત્રોમાંના એક સાંસદ ભારદ્વાજ (MP Bhardwaj)ની વિદાયને લઈ આ વર્ષે મુખ્યમંત્રી ઉત્તરાયણ નહીં ઉજવે.

Conclusion
CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા હતા અને કોરોના ગાઇડલાઇન નું પાલન પણ નથી કર્યું હોવાનો વાયરલ દાવો અને તસ્વીર તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં CM રૂપાણી દ્વારા ઉજ્વવામાં આવેલ ઉતરાયણ સમયની છે. જયારે આ વર્ષે સાંસદ અભય ભારદ્વાજ કે જે રૂપાણીના ખાસ મિત્ર હતા, તેમના નિધનના કારણે ઉતરાયણની ઉજવણી કરી ન હતી.
Result :- Misleading
Our Source
sandesh
nationgujarat
Connect Gujarat TV
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)