ક્લેમ :-
Rs. 2300 crore from Tirupati Temple transfered to Aandhra treasury, Rs. 600 Crore from Siddhi Vinayak Temple transfered to state treasure. આ પ્રકારે દાવો સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વેરિફિકેશન :-
અજીત ડોવાલ નામના ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તિરૂપતી મંદિર દ્વારા 2300 કરોડ આંધ્રપ્રદેશ સરકારને આપવામાં આવ્યા છે, તેમજ 600 કરોડ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા સરકારને આપવામાં આવ્યા છે. “Rs. 2300 crore from Tirupati Temple transfered to Aandhra treasury, Rs. 600 Crore from Siddhi Vinayak Temple transfered to state treasure”
વાયરલ પોસ્ટમાં ન્યુઝ પેપરના એક ન્યુઝ રિપોર્ટનો સ્ક્રીન શોટ વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે આ દાવાની સત્યતા તાપસવા માટે ગુગલ કિવર્ડના આધારે સર્ચ કરતા આ પ્રકારે તિરૂપતી અને સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા સરકારને આ રકમ આપવામાં નથી આવી. ત્યારબાદ વાયરલ ન્યુઝ પેપરની તસ્વીરને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia, .indiafaith.in ન્યુઝ વેબસાઈટ દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે.
આ ન્યુઝ રિપોર્ટ અનુસાર આંધ્ર સરકાર દ્વારા મસ્જિદ અને ચર્ચના વિકાસ માટે આપવામાં આવતા ફંડ (ભંડોળ)માં વધારો કર્યો છે, તેમજ આ ચર્ચ અને મસ્જિદના લિધે અલ્પ સંખ્યકોને મળતી શિષ્યવૃતીમાં વધારો કર્યો છે, તેમજ તસ્વીરમાં જે ન્યુઝ રિપોર્ટ થયેલા છે તેમાં પણ આ પ્રકારે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તિરૂપતી અને સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા સરકારને ફંડ આપવામાં આવ્યુ છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
TWITTER SEARCH
GOOGLE REVERSE IMAGES
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)