ગૂગલ ટૂલકિટ મામલે દિશા રવિની ધરપકડ બાદ હવે દિલ્હી પોલીસ નિકિતા જેકોબ અને શાંતનુંને શોધી રહી છે. દિલ્હીની એક કોર્ટમાં આ બન્ને સામે કેસ દાખલ કરાયો છે જેના આધારે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કરાયું છે. ટૂલકિટ કેસમાં બેંગ્લુરુની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ પહેલા જ થઈ ચુકી છે જેને કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલી છે.
વિવાદ છેડાયા પછી નિકિતાએ પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી દીધું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યારે તેણે પોતાની ઓળખ બોમ્બે હાઈકોર્ટમાં વકીલ, પર્યાવરણવિદ અને AAP સાથે જોડાયેલી ગણાવી હતી.
આ તમામ ઘટના વચ્ચે સોશ્યલ મીડિયા પર રક તસ્વીર વાયરલ થઈ છે, જેમાં દિલ્હી CM અરવિંદ કેજરીવાલ અને નિકિતા જેકોબ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “निकीता जैकब जो टूलकिट मामले में फरार है, ઘૂંઘરું શેઠ સાથે” કપેશન સાથે વાયરલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
નિકિતા જેકોબ પર ચાલી રહેલ કાર્યવાહી અને સમાચારો અંગે જાણવા કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia, livemint અને thehindu દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. દિલ્હી પોલીસ મુજબ નિકિતા જેકોબ અને તેના સહયોગી શાંતનુ મુલકુ દ્વારા આ ટૂલ કીટ તૈયાર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત નિકિતા જેકોબ એક વકીલ છે, અને મુંબઈ હાઈકોર્ટમાં માનવ અધિકારના કેસો પર કામ કરે છે. ન્યુઝ અહેવાલમાં નિકિતાની તસ્વીર પણ જોઈ શકાય છે. જે વાયરલ તસ્વીર સાથે સરખાવતાં સાબિત થાય છે કે અરવિંદ કેજરીવાલ સાથે નિકિતા જેકોબ નથી.
જયારે અરવિંદ કેજરીવાલ અને નિકિતા જેકોબના નામ પર વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર abhijeet_dipke નામના એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ મુજબ CM કેજરીવાલ સાથે અંકિતા શાહ નામની વ્યક્તિ ઉભી હોવાની માહિતી જાણવા મળે છે. આ તસ્વીર મુદ્દે ટ્વીટર યુઝરે BJP IT વિભાગ પર ભ્રામક માહિતી ફેલવવા બદલ અમિત માલવિયા પર કટાક્ષ પણ કર્યો હતો.
આ મુદ્દે વધુ તપાસ કરતા ટ્વીટર પર Ankita Shah ના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી ફેબ્રુઆરી 2019ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ અંકિતા શાહ અને અરવિંદ કેજરીવાલની વાયરલ તસ્વીર જોઈ શકાય છે. આ ઉપરાંત અંકિતા શાહના એકાઉન્ટ પર લખવામાં આવેલ છે કે તે CM કેજરીવાલને ખુબ જ પસંદ કરે છે. તેમજ અંકિતા AAP નેશનલ સોશ્યલ મીડિયા ટિમમાં કામ કરે છે.
Conclusion
નિકિતા જેકોબ અને CM કેજરીવાલના નામ સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર જોઈ શકાતી છોકરી અંકિત શાહ છે. વોટસએપ ટૂલ કીટ કેસ મામલે દિલ્હી પોલીસ દ્વારા નિકિતા જેકોબ અને તેની સહયોગીની ધરપકડ કરવામાં આવેલ છે. નિકિતા જેકોબની તસ્વીર ન્યુઝ અહેવાલો પર જોઈ શકાય છે, જયારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર AAP કાર્યકર્તા અંકિતા શાહ છે.
Result :- False
Our Source
timesofindia,
livemint
thehindu
Twitter
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)