AAP leader inspect Delhi
દિલ્હી સરકારી શાળાની કામગીરી અંગે ઘણા વિડિઓ સોશિયલ મીડિયા પર જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિકાસ બાદ સરકારી શાળાની સરખામણી કરતા કેટલાક વિડિઓ પણ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “આ છે દિલ્હી આપ પાર્ટી…નેતા એ સ્કૂલ ની મુલાકાત” કેપશન સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓ મુજબ AAP નેતા દ્વારા દિલ્હી સરકારી સ્કૂલ ખાતે વિઝીટ કરતા કામ ન કરતા શિક્ષકોને ઠપકો આપે છે, તેમજ તેમના પર ચાર્જશીટ ફાઈલ કરવાની વાત કરતા સંભળાય છે. નોંધનીય છે કે આ વિડિઓમાં જે AAP નેતાનો ઉલ્લેખ કરાયો છે તેમનો ચેહરો જોવા મળતો નથી.

Factcheck / Verification
દિલ્હી સરકારી સ્કૂલ ખાતે આપ નેતા વિઝીટ માટે આવ્યા અને શિક્ષકો હાજર ન હોવાથી ઠપકો આપ્યો હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચકર્તા કેટલાક પરિણામો જોવા મળ્યા, જેમાં યુટ્યુબ પર News5 Bharat ચેનલ પર ઓક્ટોબર 2020ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.
વિડિઓ સાથે શેર કરવામાં આવેલ માહિતી મુજબ આ ઘટના રાજેસ્થાન જોધપુર ખાતે કલેકટર સમિત શર્મા દ્વારા સરકારી શાળા પર કરવામાં આવેલ ચેકીંગ છે. જેમાં તેમણે એક શાળામાં શિક્ષકો મોબાઈલ પર તો કેટલાક ગેર હાજર જોવા મળતા ઠપકો આપી ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ આપ્યા હતા.
જયારે આ ઘટના અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન patrika અને IN Bharat News દ્વારા ઓક્ટોબર 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ IAS સમિત શર્મા દ્વારા જોધપુર ખાતે કેટલાક ગામની સરકારી શાળા પર વિઝીટ કરી હતી, જે દરમિયાન કેટલાક શિક્ષકો ફરજ પર હાજર ન હોવાથી કડક પગલાં લેતા ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ આપવામાં આવ્યા હતા.

આ મુદ્દે ફેસબુક યુઝર્સ MADAN KALAL દ્વારા ઓક્ટોબર 2020ના આ ઘટના અંગે પોસ્ટ કરવામાં આવેલ છે. મદાન કલાલ એક પત્રકાર છે, જેઓએ આ ઘટના પર વધુ માહિતી આપતો એક વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં સ્કૂલના રજીસ્ટર સાથે ચાર્જશીટ લાગુ કરવા આદેશ આપવાની વાત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- શું પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને વિશ્વના 50 સૌથી પ્રામાણિક લોકોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે?
આ ઉપરાંત IAS સમિત શર્માના કામ અંગે સર્ચ કરતા oneindia દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વિસ્તૃત અહેવાલ જોવા મળે છે, જેમાં ડો.શર્માના જીવન અંગે તેમજ તેમની કામગીરી અંગે માહિતી આપવામાં આવેલ છે.

Conclusion
આમ આદમી નેતા દ્વારા દિલ્હી સરકારી શાળા પર વિઝીટ કરી શિક્ષકોને ઠપકો આપતો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. આ ઘટના રાજેસ્થાન જોધપુર ખાતે IAS સમિત શર્મા દ્વારા કરવામાં આવેલ સરકારી શાળાના ઇન્સ્પેકશન દરમિયાન લેવામાં આવેલ વિડિઓ છે. હાલ આમ આદમી પાર્ટી પંજાબ, ગુજરાત અને ગોવા ચૂંટણીની તૈયારી કરી રહી છે, જે અંગે સોશ્યલ મીડિયા પર અનેક કરવામાં આવે છે.
Result :- False
Our Source
patrika
IN Bharat News
MADAN KALAL
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044