22 જૂન, 2022ના રોજ અફઘાનિસ્તાનના પર્વતીય પ્રદેશમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા છે અને 1,500 ઘાયલ થયા છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂકંપના કારણે ઘણા માટીના મકાનો પણ પડી ગયા હતા.
આ સંદર્ભમાં અફઘાનિસ્તાન ભૂકંપ સંબંધિત વિવિધ તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. ફેસબુક પર “ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપ નો ઝટકો, લોકોમાં ખૂબ જ ડરનો માહોલ” ટાઇટલ સાથે એક વેબ પેઈજ શેર કરવામાં આવેલ છે. વેબ પેઈજ પર ભૂકંપના કારણે રસ્તાઓ પર મોટી તિરાડો પડી હોવાની એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્માની ધરપકડ થઈ હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
Fact Check / Verification
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં રસ્તાઓ પર મોટી તિરાડો પડી હોવાની વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન livemint અને thesun દ્વારા 2019માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા, વાયરલ તસ્વીર સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર પાકિસ્તાનમાં આવેલ કશ્મીરના જેલમ અને મીરપુર ગામમાં ભૂકંપના કારણે ઘરો અને દુકાનો સમતળ થઈ ગઈ અને રસ્તાઓ પર મોટી તિરાડો પણ જોવા મળી હતી.

પાકિસ્તાનના કશ્મીરના જેલમ અને મીરપુર ગામમાં ભૂકંપ બાદ આ દર્શ્યો સર્જાયા હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરત theguardian, kashmirobserver અને bbc દ્વારા સપ્ટેબર 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, મીરપુર નજીક આવેલા ભૂકંપના આંચકાથી ઉત્તર-પૂર્વ પાકિસ્તાનમાં રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગઈ હતી.

Conclusion
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં રસ્તાઓ પર મોટી તિરાડો પડી હોવાની વાયરલ તસ્વીર ખરેખર સપ્ટેમ્બર 2019માં પાકિસ્તાનના મીરપુર નજીક આવેલા ભૂકંપના આંચકા બાદ લેવામાં આવેલ છે. 2019માં, પાકિસ્તાનમાં આવેલ ભૂકંપ બાદ રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગઈ હતી જે ઘટનાને હાલમાં અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.
Result : Missing Context
Our Source
Report Published by The Sun on 24 sept 2019
Report Published by LiveMint on 24 sept 2019
Report Published by BBC on 24 sept 2019
Report Published by theguardian on 24 sept 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044