અફઘાનિસ્તનામાં (afghanistan) તાલિબાનીઓ દ્વારા ચાલી રહેલ યુદ્ધ અને શક્તિ પ્રદશનના ઘણા વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે. જે ક્રમમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વ્યક્તિઓ બંદૂક સાથે ડાન્સ કરી રહ્યા છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ઉજવણી કરી રહ્યા છે.
ફેસબુક પર “હા…તાલિબાન….હા” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ 1.3k લોકો દ્વારા જોવામાં આવ્યો છે, અને ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
તાલિબાનીઓ દ્વારા 15 ઓગષ્ટના afghanistan કાબુલ પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારથી ઘણા વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાલિબાની એમ્યુઝમેન્ટ પાર્કમાં રમકડાંની ગાડીઓ ચલાવતા અને જીમમાં કસરત કરતા વિડિઓ પણ જોવા મળ્યાં છે. જયારે તાલિબાનીઓ પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હોવાના દાવા સાથે ડાન્સના વાયરલ વિડિઓ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે.
યુટ્યુબ પર Usman Khan ચેનલ પર 25 માર્ચ 2021ના પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જો..કે વિડિઓ સાથે અન્ય કોઈ માહિતી આપવામાં આવેલ નથી, પરંતુ અહીંયા ઉલ્લેખનીય છે કે તાલિબાન દ્વારા 15 ઓગષ્ટના અફઘાનિસ્તાન પર કબજો કરવામાં આવ્યો છે. જયારે યુટ્યુબ વિડિઓ માર્ચ મહિનામાં પબ્લિશ થયેલ છે.
વાયરલ વિડિઓ અંગે વધુ માહિતી માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર પત્રકાર Iftikhar Firdous દ્વારા TV9 ભારતવર્ષ દ્વારા વાયરલ વિડિઓ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિનનો વિડિઓ શેર કરતા માહિતી આપી હતી કે, ભારતીય ન્યુઝ ચેનલો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ખાતે લગ્ન સમયે કરવામાં આવેલ ડાન્સ વિડિઓને ભ્રામક દાવા સાથે દેખાડી રહી છે.
આ પણ વાંચો :- ‘જન આશિર્વાદ યાત્રા’ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે મારપીટના બનાવ બન્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
આ અંગે સચોટ માહિતી માટે અમે વાયરલ વિડીઓમાં બંદૂક સાથે દેખાઈ રહેલ વ્યક્તિ વહાબ પખ્તુનનો સંપર્ક કર્યો. વહાબ પખ્તુને જણાવ્યું કે તેઓ પોતે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ Bannu પાકિસ્તાનના રહેવાસી છે, અને આ વિડિઓ તેમના મિત્રના લગ્ન સમયે લેવામાં આવેલ છે. જે 19 માર્ચ 2021ના હતા. ઉપરાંત વહાબે પણ કેટલાક ફોટા અને સાથે લગ્ન દરમિયાન લેવામાં આવેલ મૂળ વિડિઓ Newschecker સાથે શેર કરેલ છે.

Conclusion
તાલિબાનીઓ ડાન્સ કરીને અફઘાનિસ્તાન (afghanistan) પર કબજો કરવાની ઉજવણી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાન અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા પાકિસ્તાનમાં યોજાયેલ લગ્ન સમયે કરવામાં આવેલ ડાન્સ વિડિઓને તાલિબાની હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
વહાબ પખ્તુન
Iftikhar Firdous Twitter
You Tube
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044