દેશના ત્રણેય સૈન્યના વડા સાથે મુલાકાત પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સ્પષ્ટતા કરી હતી કે, અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, આ યોજના હેઠળ તમામ ભરતી પ્રક્રિયા ચાલુ રખાશે અને આ જ માધ્યમથી સૈન્યમાં આગામી ભરતી થશે. આ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં વિરોધ પ્રદશન અને તોડફોડના બનાવો પણ બન્યા છે. જે ક્રમમાં કેટલાક રેલવે સ્ટેશન અને ટ્રેનોને પણ નુકશાન પહોંચાડવામાં આવેલ છે.
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવકો દ્વારા તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી લીધી હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક યુઝર્સ “તેલંગાનામાં આજની ઘટના..#AgnipathScheme” ટાઇટલ સાથે વિડિઓ શેર કરી રહ્યા છે. વિડીઓમાં જોઈ શકાય છે કે સ્ટેશન પર ઉભેલી ટ્રેનના કેટલાક કોચમાં આગ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ લાગુ થયો હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ
Fact Check / Verification
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવકો દ્વારા તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી દીધી હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા વિરોધ પ્રદશનના અનેક સમાચાર જોવા મળે છે. જયારે વાયરલ વિડીઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર TIMES NOW દ્વારા 17 જૂનના આ ઘટના પર પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે.
TIMES NOW દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ માહિતી મુજબ, બિહારમાં અગ્નિપથ ભરતી યોજના વિરુદ્ધ આંદોલન હિંસક બની ગયું છે કારણ કે વિરોધીઓએ લખીસરાય જંક્શન પર એક ટ્રેનને આગ લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે અગ્નિપથ ભરતી યોજના વિરુદ્ધ તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
બિહારના લખીસરાય જંક્શન પર બનેલ ઘટના અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર ANI દ્વારા 17 જૂનના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટર પોસ્ટ પર દેખાવકારોએ લકીસરાય જંકશન પર એક ટ્રેનને સળગાવી દીધી હોવાની માહિતી સાથે ઘટનાની બે તસ્વીર શેર કરવાં આવેલ છે.
ઉપરાંત, તેલંગાણામાં પણ અગ્નિપથ ભરતી યોજના વિરુદ્ધ આંદોલન હિંસક બનતા વિરોધ કરી રહેલા આંદોલનકારીઓએ સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનમાં તોડફોડ કરી અને એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી.
Conclusion
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવકો દ્વારા તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી લીધી હોવાના દાવા સાથે બિહારના લખીસરાય જંક્શન પર બનેલ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. દેશના અનેક રાજ્યોમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં દેખાવો ચાલી રહ્યા છે, જે સંદર્ભમાં આ વિડિઓ અલગ-અલગ જગ્યાના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
Result : Partly False
Our Source
Media Report Of Times NOW on 17 June 2022
Twitter Post of ANI On 17 June 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044