Fact Check
ગુજરાતના નલિયામાં પાણી ની પાઇપ માંથી બરફ નીકળતો હોવાના વાયરલ ભ્રામક વિડિઓનું સત્ય
ગુજરાતના નલિયામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે, જેના સંદર્ભે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં ખેતરમાં પાણી ની પાઈપલાઈન માંથી બરફના ટુકડા બહાર નીકળતા જોવા મળે છે. વાયરલ વિડિઓ “કુદરત ની કરામત જુઓ. ગુજરાત ના કચ્છ વિસ્તાર માં આવેલ નલિયા માં -૨ ડિગ્રી ઠંડી માં પાઇપમાંથીબરફ નીકળ્યો” કેપશન સાથે ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
નલિયામાં માઇનસ 2 ડિગ્રી તાપમાનના કારણે પાણીની પાઈપલાઈન માંથી બરફના ટુકડા નીકળતા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન scroll દ્વારા જાન્યુઆરી 2019ના પબ્લિશ કરવામાં આવેલ લેખ જોવા મળે છે, જેમાં IndianExpress દ્વારા આ ઘટના પર કવર કરવામાં આવેલ સ્ટોરી શેર કરવામાં આવેલ છે. જે મુજબ આ વિડિઓ હરિયાણાના એક ખેતરમાં આ પ્રકારે ઠંડીના કારણે પાણીં ની પાઈપલાઈન માંથી બરફના ટુકડા નીકળી રહ્યા હતા.
વિડિઓ બાબતે વધુ તપાસ કરતા dailymail દ્વારા જાન્યુઆરી 2019માં નોર્થ ઇન્ડિયામાં પડી રહેલ ઠંડી પર એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો હતો, આ લેખમાં વાયરલ વિડિઓની એક તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. પાણી ની પાઈપલાઈન માંથી બરફ નીકળતો હોવાની ઘટનાની તસ્વીર સાથે newsflare નામ જોવા મળે છે.

જયારે newsflare વેબસાઈટ પર આ તસ્વીર મુદ્દે વધુ તપાસ કરતા વાયરલ વિડિઓ જોવા મળે છે, જ્યાં જોવા મળે છે આ વિડિઓ 31 ડિસેમ્બર 2018ના લેવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના ફિરોઝપુર,હરિયાણામાં બનેલ છે. આ ઉપરાન્ત વાયરલ વિડિઓ સાથે નલિયામાં માઇનસ 2 ડિગ્રી તાપમાન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જે મુદ્દે ગુગલ સર્ચ કરતા timesofindia દ્વારા પબ્લિશ કરવામાં આવેલ લેખ જોવા મળે છે, જે મુજબ નલિયામાં અત્યાર સુધીમાં સૌથી ન્યુનતમ તાપમાન 0.8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે, જે વર્ષ 2008માં જોવા મળ્યું હતું.

Conclusion
નલિયામાં માઇનસ 2 ડિગ્રી તાપમાન હોવા સાથે ખેતરમાં પાણી ની પાઈપલાઈન માંથી બરફના ટુકડા નીકળી રહ્યા હોવાનો વાયરલ વિડિઓ હકીકતમાં નોર્થ ઇન્ડિયા હરિયાણાના ફિરોઝપુરનો છે. તેમજ વાયરલ વિડિઓ ડિસેમ્બર 2018માં લેવામાં આવેલ છે, જેને હાલમાં નલિયા શહેરમાં વધુ પડતી ઠંડીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
newsflare
timesofindia
dailymail
IndianExpress
scroll
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)