કિસાન આંદોલન મુદ્દે ઘણા ભ્રામક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર કિસાન પિતા અને આર્મી ફૌજી દીકરાની મુલાકાત થી રહી છે. વાયરલ તસ્વીર “ફરજ પરથી રજા પર આવેલા જવાને દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત પિતા સાથે કરી મુલાકાત” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. સમાન દાવો કરતી ટ્વીટ કોંગ્રેસ તેમજ Manjinder Singh Sirsa દ્વારા પણ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
એક કિસાન અને તેનો ફૌજી દીકરો બન્ને દિલ્હી ખાતે કિસાન આંદોલનમાં મળ્યા હોવાના દાવા સાથે કોંગ્રેસ તેમજ અન્ય યુઝર્સ દ્વારા તસ્વીર સાથે વાયરલ દાવો શેર કરેલ છે. આ દાવો ગુરુદ્વારા પ્રેસિડેન્ટ Manjinder Singh Sirsa દ્વારા પણ કરવામાં આવ્યો હતો, જે બાદ તેઓએ આ તસ્વીર દિલ્હી નહીં લુધિયાણાની હોવાની સ્પષ્ટતા કરેલ છે.
વાયરલ તસ્વીર ધ્યાનપૂર્વક જોતા પાછળ પાર્કિંગ બોર્ડ જોવા મળે છે. જયારે ઈનવીડ ટુલ્સના મદદથી આ તસ્વીરના એ બોર્ડને જોઈ શકાય છે કે ‘પાર્કિંગ બસ સ્ટેન્ડ લુધિયાણા’. જે બાદ ગુગલ પર લુધિયાણા બસ સ્ટેન્ડ પર સર્ચ કરતા એક તસ્વીર જોવા મળે છે, તે તસ્વીરને વાયરલ પોસ્ટ સાથે સરખાવતા સાબિત થાય છે કે કિસાન પિતા અને ફૌજી પુત્રની તસ્વીર લુધિયાણા બસ સ્ટેન્ડની છે.

આ ઉપરાંત વાયરલ તસ્વીરમાં અન્ય એક બોર્ડ દેખાઈ રહ્યું છે, જે ગુગલ સર્ચ કરતા લુધિયાણા બસ સ્ટેન્ડ નજીકની જગ્યા હોવાનું સાબિત થાય છે.

લુધિયાણા બસ સ્ટેન્ડ પર યુટ્યુબ પર એક ટ્રાવેલ વ્લોગર Ludhiana Vlogger દ્વારા ડિસેમ્બર 2020માં અપલોડ કરેલ વિડિઓ પણ જોઈ શકાય છે. બસ સ્ટેન્ડ પર વિસ્તાર સહ માહિતી આપતા આ વિડિઓમાં વાયરલ તસ્વીર માંની કેટલીક જગ્યા પણ જોઈ શકાય છે.
Conclusion
દિલ્હી કિસાન આંદોલનમાં જોડાયેલ પિતાને મળવા ફૌજી પુત્ર ફરજ પરથી રજા લઇ સીધો દિલ્હી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. પંજાબ કોંગ્રેસ તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર લુધિયાણા બસ સ્ટેન્ડની છે. વાયરલ તસ્વીરને ખેડૂત આંદોલન અને દિલ્હી સાથે ખોટા અને ભ્રામક દાવા સાથે જોડવામાં આવેલ છે.
Result :- False
Our Source
Ludhiana Vlogger
Manjinder Singh Sirsa
Google Map
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)