પંજાબ અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ચુક્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ પંજાબ વિધાન સભા ચૂંટણીમાં ભાગ લઈ રહી છે, જે સંદર્ભે અરવિંદ કેજરીવાલ અને સંગરુર લોકસભા મેમ્બર ભગવંત માન પંજાબમાં રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જેમાં CM કેજરીવાલ અને ભગવંત માન દારૂની દુકાનની બહાર ખાટલા પર બેઠેલા જોવા મળે છે.

હાલ પંજાબ ચૂંટણી સંદર્ભે CM કેજરીવાલ પંજાબના ખેડૂતો સાથે મુકાલાત કરવા પંજાબ CM ચરણજીત સિંહ ચન્નીની બેઠક ચમકૌર સાહિબ ખાતે પહોંચ્યા હતા. જે બાદ ફેસબુક અને વોટ્સએપ પર “આ બન્ને આપીયા ઠેકા ખુલવાની રાહ જોઈ રહ્યા છે” ટાઇટલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
CM કેજરીવાલ અને ભગવંત માન દારૂની દુકાનની બહાર બેઠા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા tribuneindia દ્વારા જાન્યુઆરી 14ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જ્યાં, CM કેજરીવાલ અને ભગવંત માનની સમાન તસ્વીર પરંતુ પાછળ દારૂની દુકાનના બદલે ખેતર જોવા મળે છે.

આમ આદમી પાર્ટીના કન્વીનર CM કેજરીવાલ અને ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના મતવિસ્તાર ચમકૌર સાહિબમાં કેટલાક ખેડૂતોને આવનાર વિધાન સભા ચૂંટણી સંદર્ભે મળ્યા હતા.
આ પણ વાંચો :- શું સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી?
મળતી માહિતીના આધારે વધુ સર્ચ કરતા ફેસબુક પર Bhagwant Mannના ઓફિશ્યલ એકાઉન્ટ પર ચમકૌર સાહિબમાં ખેડૂતો સાથે થયેલ મુલાકાતનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. તેમજ યુટ્યુબ પર Aam Aadmi Partyની ઓફિશ્યલ ચેનલ પર પણ આ મુલાકાતનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જ્યાં, બન્ને નેતાઓ ખેતરમાં ખાટલા પર બેઠેલા જોવા મળે છે.
જયારે, વાયરલ થયેલ તસ્વીરમાં દેખાઈ રહેલ દારૂની દુકાન અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન patrika દ્વારા ફેબ્રુઆરી 2020માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા, વાયરલ તસ્વીરમાં જોવા મળતી દુકાન સાથે આપેલ માહિતી અનુસાર દિલ્હીમાં વિધાન સભા ચૂંટણીને અનુલક્ષી દિલ્હીને લગતા વિસ્તાર નોઈડા ખાતે પણ 6 થી 8 ફેબ્રુઆરી સુધી દારૂની દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો.

અહીંયા, CM કેજરીવાલ અને ભગવંત માનની વાયરલ થયેલ તસ્વીર અને એડિટ કરાયેલ તસ્વીરની સરખામણી જોઈ શકાય છે.
Conclusion
અરવિંદ કેજરીવાલ અને પંજાબ યુનિટના વડા ભગવંત માન બન્ને દારૂની દુકાની બહાર બેઠા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર એડિટ કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ ભ્રામક તસ્વીર અલગ-અલગ ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે. હકીકતમાં બન્ને નેતાઓ પંજાબના ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા હતા, જે તસ્વીર સાથે છેડછાડ કરી ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.
Result :- Manipulated Media
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044