સોશિયલ મીડિયામાં 58 સેકન્ડનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરી પર ઘણી બધી છોકરીઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તે વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કર્યો છે કે, તેમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ છોકરીઓ તેમના હિન્દુ સહાધ્યાયીને લવ જેહાદના ફાંદામાં ફસાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.

આ જ વીડિયો ફેસબુક પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.
Fact Chec/Verification
વાઇરલ વીડિયોના કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરવાથી અમને તે જ ઘટનાનો સ્પષ્ટ ફૂટેજ મળ્યો, જે 18 જુલાઈ, 2025ના રોજ મોહમ્મદ મિરાજ નામના ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
શાળાનું નામ ગણવેશ પરથી સરળતાથી ઓળખી શકાય છે અને તે ‘શહીદ મુક્તિજોદ્ધા ગર્લ્સ હાઇ સ્કૂલ’ લખેલું વંચાય આવે છે. અમે શાળાનું નામ શોધ્યું અને ફેસબુક પર એક પેજ મળ્યું. ફેસબુક પેજ પરનો લોગો યુનિફોર્મ પરના લોગો સાથે મેળ ખાતો હતો.

ફેસબુક પેજ મુજબ, આ શાળા બાંગ્લાદેશના ઢાકાના મીરપુરના પલ્લબી વિસ્તારમાં આવેલી છે.

વધુ તપાસ કરતાં, અમને 28 જુલાઈ-2025ના રોજ પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા કરાયેલ એક X પોસ્ટ પણ મળી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, વાયરલ દાવો ખોટો છે.
ન્યૂઝચેકરે શહીદ મુક્તિજોદ્ધા ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપાલનો પણ સંપર્ક કર્યો, જેમણે અમને જણાવ્યું કે, આ ઘટના બે વર્ષ જૂની છે અને આ ઘટના સાથે કોઈ સાંપ્રદાયિક સંબંધ નથી. તેમણે ઉમેર્યું કે, બધી છોકરીઓ મુસ્લિમ સમુદાયની હતી.
Conclusion
આમ, વાઇરલ વીડિયોની અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, તે વીડિયો પશ્ચિમ બંગાળનો નથી, પરંતુ બાંગ્લાદેશના મીરપુરની એક શાળાનો છે. અને આ વીડિયોની ઘટનાને કોઈ સાંપ્રદાયિક પરિબળ સાથે સંબંધ નથી.
Sources
Post by Mohammad Miraj, dated July 18, 2025
X post by West Bengal police, dated July 28, 2025
Telephonic conversation with the principal of Shaheed Muktijoddha Girls’ High School, Mispur, Dhaka, Bangladesh
(With inputs from Sayeed Joy, Newschecker Bangladesh)