ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થવાનું છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીના ધમધમાટ વચ્ચે પોતાની જીત સુનિશ્ચિત કરવા અનેક વચનો આપી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દારૂ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ફેસબુક યુઝર્સ “મિત્રો આછે ગૂજરાત ભાજપ ની અશલિયત ગૂજરાત માં દારૂ બંધી હોવા છતાં ખૂલે આમ ગૂજરાત ભાજપના માણસો ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરે છે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. અહીંયા વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપનો ખેસ ધારણ કરેલા કેટલાક વ્યક્તિઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દારૂ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન livehindustan અને bhaskar દ્વારા ડિસેમ્બર 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપનો ગમછો અને ટોપી પહેરીને દારૂના પેગ બનાવતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતો.

ભાજપનો ગમછો અને ટોપી પહેરીને દારૂના પેગ બનાવતાના આ વ્યક્તિ અંગે યુપી કોંગ્રેસ દ્વારા પણ ભાજપ પર કટાક્ષ કરતા સાથે ટ્વીટર પોસ્ટ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે યોજાયી હતી.
Conclusion
ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દારૂ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના ભ્રામક દાવા સાથે ડિસેમ્બર 2021ના ઉત્તરપ્રદેશમાં બનેલ ઘટનાનો વિડીયો શેર કરવામાં આવેલ છે. વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Media Report of livehindustan And bhaskar , on DEC 2021
Tweet By UP Congress, on DEC 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044