WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ભાજપની જાણ આશિર્વાદ યાત્રામાં સ્થાનિકોએ કાર્યકરો પર હુમલો કર્યો હોય અને અફઘાનિસ્તાન કબ્જો કર્યા બાદ તાલિબાનીઓ ડાન્સ અને તોડફોડ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક

‘જન આશિર્વાદ યાત્રા’ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે મારપીટના બનાવ બન્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ફેસબુક પર “જન આશિર્વાદ યાત્રા” (jan ashirwad yatra) દરમ્યાન લોકોએ ભાજપને આશિર્વાદ આપવાનું શરૂ કરી દીધુ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓમાં કેટલાક લોકો દ્વારા ભાજપ કાર્યકર્તા સાથે મારપીટ કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે. નોંધનીય છે કે ભાજપ દ્વારા દેશભરમાં અનેક જગ્યાએ “જન આશિર્વાદ યાત્રા” શરૂ કરવામાં આવેલ છે, જેમાં કોરોના પ્રોટોકોલ તોડવામાં આવ્યા હોવાના અનેક સમાચારો પણ જોવા મળ્યા છે.

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ડાન્સ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
અફઘાનિસ્તનામાં (afghanistan) તાલિબાનીઓ દ્વારા ચાલી રહેલ યુદ્ધ અને શક્તિ પ્રદશનના ઘણા વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે. જે ક્રમમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વ્યક્તિઓ બંદૂક સાથે ડાન્સ કરી રહ્યા છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ઉજવણી કરી રહ્યા છે.

શું ખરેખર “જન આશિર્વાદ યાત્રા” સમયે સંપૂર્ણ પણે કોરોના પ્રોટોકોલનું પાલન થયું છે?, જાણો શું કહે છે સ્વાસ્થ્ય મંત્રી
ફેસબુક પર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી સમર્થકોના ગ્રુપ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલ રેલીની તસ્વીર શેર કરતા કટાક્ષ કરવામાં આવ્યો છે, “કોરોનાની ત્રીજી લહેર મોડ઼ી પડતા સંવેદનશીલ સરકાર દ્વારા ‘જન આશિર્વાદ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે”. વાયરલ તસ્વીરમાં મોટા પ્રમાણમાં ભીડ એકઠી થયેલ જોવા મળે છે, જેમાં ઘણા લોકો માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ફરી રહ્યા હતા.

કોંગ્રેસ પાર્ટી મિટિંગના પોસ્ટરમાં “ચોર ગ્રુપ મિટિંગ” લખવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
congress group meeting ની આ તસ્વીરમાં મહાસચિવ કે.સી. વેણુગોપાલ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને CWC સભ્ય એકે એન્ટોની પણ છે. જયારે વાયરલ તસ્વીરમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ લખેલા પોસ્ટર પર “ચોર ગ્રુપ મિટિંગ” લખાયેલ જોવા મળે છે. યુઝર્સ દ્વારા આ પોસ્ટને વિવિધ ટિપ્પણી સાથે સાથે શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

તાલિબાને NATOની ઓફિસ પર તોડફોડ કરી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
અફઘાનિસ્તાનમાં (taliban) તાલિબાનનો આતંક ચાલી રહ્યો છે, થોડા દિવસો આગાઉ ભારતીય લોકોને કાબુલ એરપોર્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર તાલિબાનીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને હેરાનગતિના વિડિઓ વાયરલ થયેલા છે. ફેસબુક અને યુટ્યુબ પર Online Patrakar દ્વારા “તાલિબાને નાટોના હેડક્વાર્ટરમાં કરી તોડફોડ” હેડલાઈન સાથે એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044