ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ચુક્યા છે, ચૂંટણી આયોગે મતદાનની તારીખ પણ જાહેર કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો પોતાના મત્ત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ મોટા પ્રમાણમાં ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, આ ક્રમમાં ABP Newsનો એક વિડિઓ શેર થઈ રહ્યો છે. વિડીઓમાં ભાજપ નેતા એક દિવ્યાંગ વ્યક્તિને અખિલેશ યાદવને મત આપવા મુદ્દે માર મારી રહ્યા છે.
ફેસબુક પર “ભાજપ નેતાની ગુંડાગીરી.. એક અપંગ વ્યક્તિ ને ડંડા થી માર્યો.. બાયલા કેવાય બાયલા.. શેયર કરો.. ગુંડા સાલાઓ” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડીઓમાં ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લા ખાતે ભાજપ નેતા એક દિવ્યાંગને માર મારી રહ્યા છે. દિવ્યાંગ વ્યક્તિ દ્વારા જયારે અખિલેશ યાદવને વોટ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે ભાજપ નેતા ગુસ્સે ભરાઈને લાઠી વડે દિવ્યાંગને માર મારવાનું ચાલુ કરી દે છે.
Fact Check / Verification
ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા ગુસ્સે ભરાઈને લાઠી વડે દિવ્યાંગને માર મારી રહ્યા હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા NDTV દ્વારા ડિસેમ્બર 2018માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, ભાજપ નેતા મોહમ્મદ મિયાએ એક ખાસ વિકલાંગ વ્યક્તિ પર હુમલો કરવાના વાયરલ વીડિયો પર કહ્યું કે તે વ્યક્તિ મોદીજી અને યોગીજીને અપશબ્દો બોલી રહ્યો હતો, મેં પહેલા વસ્તુઓ સમજાવવાનો પ્રયાસ કર્યો, તે નશામાં હતો, તે ભાજપને બદનામ કરવાનું એક કાવતરું હતું.

આ પણ વાંચો :- પંજાબ પોલીસ ભાજપ નેતાને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ, UP સપા નેતાએ આપ્યો ખુલાસો
સંભલ જિલ્લાના ભાજપ નેતા મોહમ્મદ મિયાના વાયરલ વિડિઓ અંગે વધુ માહિતી ગુગલ સર્ચ કરતા ABP News દ્વારા ડિસેમ્બર 2018ના યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. અહીંયા, ન્યુઝ ચેનલ દ્વારા ભાજપ નેતા મોહમ્મદ મિયા સાથે દિવ્યાંગને માર મારવાની ઘટના અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી. મોહમ્મદ મિયાએ જણાવ્યું હતું કે આ દિવ્યાંગ પ્રધાન મંત્રી મોદી અને CM યોગી વિરુદ્ધ અપશબ્દો બોલી રહ્યો હતો.
જયારે, ટ્વીટર પર સંભલ જિલ્લા પોલીસ દ્વારા ડિસેમ્બર 2021ના વાયરલ વિડિઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે મુજબ, “ઉપરોક્ત વિડીયો વર્ષ 2018 નો છે. મહેરબાની કરીને આ વર્તમાન વિડિઓ હોવાનું જણાવીને ખોટો અને ભ્રામક પ્રચાર ન કરો, અન્યથા તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
Conclusion
ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા ગુસ્સે ભરાઈને લાઠી વડે દિવ્યાંગને માર મારી રહ્યા હોવાના દાવા સાથે 2018માં બનેલ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. સંભલ જિલ્લાના ભાજપ નેતા મોહમ્મદ મિયાના વાયરલ વિડિઓને હાલમાં ઉત્તરપ્રદેશ ચૂંટણી સંદર્ભે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. ઉપરાંત , સંભલ જિલ્લા પોલીસ દ્વારા ટ્વીટર મારફતે વિડિઓ વર્ષ 2018નો હોવાની સ્પષ્ટતા કરતી ટ્વીટ કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044