Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
એક શોમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટીપ્પણી કરવાના આરોપમાં કોમેડિયન મુન્નવર ફારુકી (Munnavar Farooqi Comedian) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે, પોલીસ પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી.ઈન્દોર પોલીસે જણાવ્યું હતુ કે, તેમની પાસે કોઈ વીડિયો પુરાવા નથી કે તેઓ બતાવે કે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીએ કાફેમાં શો દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હતું.
સ્થાનિક ભાજપના ધારાસભ્ય માલિની સિંગ ગૌડના પુર અને હિંદુ રક્ષક સંગઠનના સંયોજક એકલ્વય સિંહની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ઈંદોરમાં ચાલી રહેલા ફારુકીના શો ની માહિતી મળી હતી, જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુન્નવર ફારુકીને કોર્ટની બહાર વકીલ દ્વારા થપ્પડ મારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “મુંનવર ફારૂકી જે હિંદુ દેવી દેવતા પર કોમેડી કરતો હતો તેને એવોર્ડ આપતા હિંદુઓ… મારા દેશ ના હિંદુઓ જાગી રહ્યા છે” કેપશન સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
કોમેડિયન મુન્નવર ફારુકીને કોર્ટની બહાર માર મરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન ndtv અને republicworld દ્વારા 4 જાન્યુઆરીના પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ મુન્નવર ફારુકીના મિત્ર છે, ઉલ્લેખીનય છે કે આ મામલે પોલીસે મુન્નવર ફારુકી સાથે તેમના ચાર અન્ય મિત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. (પ્રિયમ, નલિન, એડવિન, પ્રખર અને મુન્નવર ફારુકી)
આ મુદ્દે The Lallantop દ્વારા 3 જાન્યુઆરીના યુટ્યુબ પર વિગતસર માહિતી આપતો વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે. જે મુજબ આ ઘટના ઇન્દોરના 56 દુકાન વિસ્તારના એક કેફેમાં આ કોમેડી શો નું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાબતે પોલીસતંત્ર તેમજ કેફે માલિક દ્વારા કહેવામાં આવ્યું કે આ શો આયોજન બાબતે કોઈપણ પરવાનગી લેવામાં આવેલ નથી. તેમજ કોરોના ગાઇડલાઇનનો પણ ઉલ્લંઘન કરેલ છે.
આ ઘટના મુદ્દે ટ્વીટર પર hussainhaidry નામના યુઝર દ્વારા 2 જાન્યુઆરીના વાયરલ વિડિઓ શેર કરવામાં આવ્યો હતો, જે બાદ તેમણે અન્ય ટ્વીટ મારફતે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ મુન્નવર ફારુકી નહીં પરંતુ તેમનો મિત્ર સદાકત ખાન છે. ન્યુઝ રિપોર્ટ મુજબ સદાકત ખાનને 2 જાન્યુઆરીના મુન્નવર ફારુકી કેસ મામલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન કોર્ટની બહાર ઉભેલા નારાજ વકીલ દ્વારા આ વ્યક્તિને મુન્નવર ફારુકી હોવાનું માનીને તેને થપ્પડ મારે છે.
મુન્નવર ફારુકી કેસ મામલે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. કોર્ટ પરિષરની બહાર ઉભેલા કેટલાક વકીલ માંથી આ કેસ મામલે નારાજ વકીલ દ્વારા ફારુકીના મિત્રને થપ્પડ મારવામાં આવી હતી. વાયરલ વિડિઓમાં આ વ્યક્તિ મુન્નવર ફારુકી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
hussainhaidry
ndtv
republicworld
The Lallantop
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023