અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સોશ્યલ મીડિયા પર રામ મંદિરના નિર્માણની પહેલી તસ્વીર હોવાના દાવા સાથે બે તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર ભાજપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા “अयोध्या प्रभु श्री राम जी की मंदिर निर्माण का पहला तस्वीर है” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
રામ મંદિરના નિર્માણની પ્રથમ તસ્વીર હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા hindustantimes દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ વારાણસીમાં બનવા જઈ રહેલ કાશીવિશ્વનાથ કોરિડોરના નિર્માણ કાર્યની તસ્વીર જોવા મળે છે, અને ઓગષ્ટ 2021 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની વાત ચિફ ઓફિસર સુનિલ વર્મા દ્વારા કરવામાં આવી છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા newstree વેબસાઈટ દ્વારા પણ સમાન તસ્વીર સાથે કાશીવિશ્વનાથ કોરિડોરના નિર્માણ કાર્ય વિશે માહિતી આપવામાં આવેલ છે.

જયારે કાશીવિશ્વનાથ કોરિડોરના નિર્માણ અંગે ગુગલ સર્ચ કરતા newindianexpress, caravanmagazine, swarajyamag અને hindustantimes દ્વારા પબ્લિશ કરવામાં આવેલ કેટલાક આર્ટિકલ જોવા મળે છે. જેમાં પીએમ મોદી દ્વારા નિર્માણ કાર્ય શરૂ કરવા થી લઇ કોરિડોરના પ્લાન અને ખર્ચ તેમજ અન્ય માહિતી જોવા મળે છે.
Conclusion
રામ મંદિરના નિર્માણની પ્રથમ તસ્વીર હોવાના દાવા સાથે વાયરલ પોસ્ટ ભ્રામક છે. વાયરલ તસ્વીર વારાણસીના કાશીવિશ્વનાથ કોરિડોરની છે, જેને રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે ભાજપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. hindustantimes દ્વારા લેવામાં આવેલ તસ્વીર પરથી રામ મંદિરની ભ્રામક પોસ્ટ અંગે જાણકારી મળેલ છે.
Result :- Misleading
Our Source
hindustantimes
newindianexpress,
caravanmagazine,
swarajyamag
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)