રાજ્યસભાની ચૂંટણીનો સમય નજીક આવી ગયો છે, સોશ્યલ મીડિયા પર તમામ પક્ષો એકબીજા પર આરોપો અને કટાક્ષ કરતી પોસ્ટ શેર કરતા હોય છે. આ ક્રમમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ પાર્ટી મિટિંગની તસ્વીર વાયરલ થઈ રહી છે. ફેસબુક અને ટ્વીટર પર લોકો ક્યાંક કટાક્ષ રૂપે તો ક્યાંક સત્ય માનીને તસ્વીર શેર કરવામાં આવેલ છે.
congress group meeting ની આ તસ્વીરમાં મહાસચિવ કે.સી. વેણુગોપાલ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને CWC સભ્ય એકે એન્ટોની પણ છે. જયારે વાયરલ તસ્વીરમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ લખેલા પોસ્ટર પર “ચોર ગ્રુપ મિટિંગ” લખાયેલ જોવા મળે છે. યુઝર્સ દ્વારા આ પોસ્ટને વિવિધ ટિપ્પણી સાથે સાથે શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
કોંગ્રેસ પાર્ટી મિટિંગના પોસ્ટરમાં “ચોર ગ્રુપ મિટિંગ” લખવામાં આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં wionews, zeenews અને oneindia દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ કોંગ્રેસની CWC મિટિંગ સમયે આ તસ્વીર લેવામાં આવેલ છે. પરંતુ અહીંયા અવાર-નવાર ન્યુઝ સંસ્થાનો દ્વારા CWC મિટિંગના સંદર્ભમાં આ તસ્વીરનો ઉપયોગ કરેલ છે.

આ પણ વાંચો :- અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ડાન્સ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
મળતી માહિતીના આધારે CWC મિટિંગ અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર ANI દ્વારા ઓગષ્ટ 2019માં પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકની માહિતી સાથે પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર પર “ચોર ગ્રુપ મિટિંગ” લખાયેલ જોવા મળતું નથી.
Conclusion
કોંગ્રેસ CWC મિટિંગ સમયે લેવામાં આવેલ તસ્વીરમાં દેખતા પોસ્ટર સાથે છેડછાડ કરીને “ચોર ગ્રુપ મિટિંગ” લખવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર એડિટિંગ કરવામાં આવેલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044