Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આ દેશમાં કાયદો માત્ર ગરીબ માણસો માટે જ છે, જી…હા સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે. જેમાં પેડલ રીક્ષા ચાલકની રીક્ષા કોર્પોરેશન દ્વારા સીઝ કરવામાં આવી છે, વિડિઓમાં રીક્ષા ચાલક પોતાની વ્યથા પણ જણાવી રહ્યો છે. ટ્વીટર અને ફેસબુક પર આ વિડિઓ “the law of this country is only for poor people” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
રીક્ષા ચાલકના વાયરલ વિડિઓ પર તપાસ શરૂ કરતા, વિડિઓમાં ન્યુઝ ચેનલ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમાં ન્યુઝ ચેનલનું નામ jamuna tv જોવા મળે છે. જયારે jamuna tv પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, આ ન્યુઝ ચેનલ બાંગ્લાદેશમાં આવેલ છે. તેમજ વિડિઓમાં આસપાસની દુકાનના બેનરો પણ બંગાળી ભાષામાં જોવા મળે છે.
આ મુદ્દે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા news18, timesnownews, bangla.asianetnews અને tbsnews ન્યુઝ દ્વારા 8 ઓક્ટોબરના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રીક્ષા ચાલક જેનું નામ Fazlur છે અને તેમણે કોરોના લોકડાઉન બાદ રૂ 80000ની લોન પર આ રીક્ષા ખરીદેલ હતી, જયારે Dhaka South City Corporation દ્વારા તેમની રીક્ષા સીઝ કરવામાં આવેલ છે.
રીક્ષા સીઝ કરવા પાછળનું કારણ જાણવા કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા જાણવા મળે છે, DSCC (ઢાકા સાઉથ સિટી કોર્પોરેશન) દ્વારા બેટરી પાવર રીક્ષા પર બેન (પ્રતિબંધ) મુકવામાં આવ્યો છે. DSCC ચીફ એસ્ટેટ ઓફિસર રસેલ સબરીને જણાવ્યું હતું કે મેયરે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે શિસ્ત લાવવા માંગે છે માટે આ અભિયાન અંગે જરૂરી પગલા લેવા આદેશ આપ્યા છે.
સોશ્યલ મીડિયા પર Fazlurની સાથે થયેલ આ ઘટનાનો વિડિઓ વાયરલ થયા બાદ બાંગ્લાદેશની એક કંપની Shwapno જેના ડિરેક્ટર Sabbir Hasan Nasir દ્વારા તેમની મદદ કરવામાં આવી અને હાલ તેમની પાસે બે રીક્ષા છે અને તેઓ Shwapno જે એક લોજિસ્ટિક કંપની છે તેમની સાથે હોમ ડિલિવરીનું કામ કરી રહ્યા છે.
ફેસબુક અને ટ્વીટર પર વાયરલ થયેલ રીક્ષા ચાલકનો આ વિડિઓ ભારત નહીં પરંતુ બાંગ્લાદેશનો છે. ઢાકા સાઉથ સિટી કોર્પોરેશન) દ્વારા બેટરી પાવર રીક્ષા પર બેન (પ્રતિબંધ) મુકવામાં આવ્યો છે. જે મુદ્દે તેમની રીક્ષા સીઝ કરવામાં આવી છે, જે બાદ બાંગ્લાદેશની એક કંપની દ્વારા રીક્ષા ચાલકની મજબૂરી અને હાલત સામે મદદ પણ કરવામાં આવેલ છે. આ દેશમાં કાયદો માત્ર ગરીબ માણસો માટે જ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે.
Shwapno
news18
timesnownews
bangla.asianetnews
jamuna tv
tbsnews
thedailystar
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023