ક્લેમ :-
#Covid19 ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે. આ માહિતી ફેલાવો કારણ કે તમે આ માહિતીવાળા કોઈને બચાવી શકો છો.
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઇ અવનવા દાવા સાથે લોકો પોસ્ટ શેયર કરી રહ્યા છે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગરમ પાણીમાં મીઠું નાખી પિવાથી કોરોના વાયરસનો નાશ થાય છે. આ ઉપરાંત એક ટિક્ટોક વિડિઓ મળી આવે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે, કપૂર અને લવિંગની પોટલી બનાવી તેને સુંઘવાથી કોરોના વાયરસનો નાશ થાય છે.
આ વાયરલ દાવા સાથે કેટલીક તસ્વીર પણ શેયર કરવામાં આવી છે, જેમાં કરોના વાયરસના લક્ષણો અને તેનાથી બચવા માટે કેટલી કાળજી રાખી શકીએ વગેરે-વગેરે માહિતી આપવામાં આવી છે.

ત્યારે આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાને ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા Myth busters નામનું પેઈજ બનાવવામાં આવ્યું છે, આ વેબ પેઈજ પર કોરોના વાયરસને લઇ વાયરલ થયેલ તમામ ભ્રામક દાવા વિષે ખુલાસો આપતી પોસ્ટ જોવા મળે છે. તેમજ WHO દ્વારા વાયરસથી બચવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.



WHO દ્વારા જાણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસને લઇ કોઈપણ ભ્રામક માહિતી ફેલાવવામાં ના આવે, તેમજ તેના લક્ષણો , ક્યાં-ક્યાં અને કેટલા પ્રમાણમાં ફેલાયેલ છે. વાયરસથી બચવા માટે ઉપાય પણ જાણાવવામાં આવ્યા છે. WHO માહિતી અનુસાર હાલ આ વાયરસને લગતી કોઈપણ દવાની શોધ થઇ નથી, ભ્રામક દાવા સાથે ક્લેમ કરી રહેલ પોસ્ટર્સ જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાથી કોરોના વાયરસનો નાશ શક્ય નથી.



વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા અહીંયા તદ્દન ભ્રામક અને ખોટા સાબિત થાય છે, ગરમ પાણી અને મીઠું તેમજ લવિંગ અને કપૂરની પોટલી વગેરે જેવી ભ્રામક વસ્તુઓ કોરોના વાયરસ સ્સામે રક્ષણ આપશે નહીં. WHO દ્વારા પણ આવા અન્ય ભ્રામક દાવા પર ખુલાસો આપતી પોસ્ટ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
TICTOK
WHO
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)