Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Factcheck :- crocodile attacking a stray dog video viral
મગરે ધીરજતાથી નદી કિનારે ઊભેલાં કૂતરાનો શિકાર કર્યો જે વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર કહું જ વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં gujarati.news18 દ્વારા પણ ટ્વીટર અને ફેસબુક પર આ વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે, પરંતુ આ ન્યુઝ ચેનલ દ્વારા વાયરલ વિડિઓ સુરત તાપી નદી નો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ન્યુઝ ચેનલ દ્વારા “શહેરના લોકો તાપી નદી કિનારે જાવ તો ચેતજો કેમ કે, વડોદરાની નદીની જેમ સુરતની નદીમાં પણ મગર દેખાવા લાગ્યા છે. જોકે આજે સુરતના મોટા વરાછા ખાતે એક મગરે એક શ્વાનનો શિકાર કર્યો છે” હેડલાઈન સાથે વિડિઓ પર એક અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
મગર દ્વારા કરવામાં આવેલ શિકાર સુરત તાપી નદી ખાતે બનેલ ઘટના હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર Jai Bharat Express ચેનલ દ્વારા 27 મેં 2021ના પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
યુટ્યુબ વિડિઓ મુજબ આ ઘટના રાજેસ્થાન કોટામાં આવેલ ચંબલ સિંચાઈ પરિયોજના રાણા પ્રતાપ સાગર ડેમ નજીક બનેલ છે. ઉલ્લેખનીય છે અહીંયા મગર નહીં પરંતુ સમાન પ્રજાતિ ઘડિયાલ ખુબ જ મોટો પ્રમાણમાં આવેલ છે.
ન્યુઝ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ વધુ એક ભ્રામક દાવો :- દીવમાં વાવાઝોડું શરૂ થયું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો ભ્રામક વિડિઓ
વાયરલ વિડિઓ રાજેસ્થાન નો હોવાની જાણકારી બાદ વધુ તપાસ કરતા જાણવા મળે છે, કોટા ખાતે “National Chambal Sanctuary” આવેલ છે. અહીંયા ઘડિયાલ ઉછેર કેન્દ્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે ચંબલ નદી મધ્યપ્રદેશ , રાજેસ્થાન અને ઉત્તરપ્રદેશ રાજ્ય માંથી પસાર થાય છે. કુલ 965 Km વિસ્તારમાં આ નદી ફેલાયેલ છે, જેમાં રાજેસ્થાનમાં 376 Km ભાગ આવેલ છે.
સુરત, તાપી નદી ખાતે મગર (ઘડિયાલ) દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો હોવાના વિડિઓ અંગે વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ વિડિઓ રાજેસ્થાનમાં આવેલ ચંબલ નદીનો હોવાની જાણકારી આપવામાં આવેલ છે.
આ ઉપરાંત navbharattimes અને timesofindia દ્વારા પણ વાયરલ વિડિઓ પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે, જે મુજબ આ ઘટના રાજેસ્થાનના કોટા ખાતે ચંબલ સિંચાઈ પરિયોજના રાણા પ્રતાપ સાગર ડેમ નજીક બનેલ છે.
આ ઉપરાંત આ ખબર hindi.news18 દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે, જ્યાં આ ઘટના રાજેસ્થાનની હોવાની જાણકારી આપવામાં આવેલ છે. જયારે સમાન ન્યુઝ ચેનલ દ્વારા ગુજરાતી ભાષામાં આ ઘટના સુરત, તાપી નદી ખાતે બનેલ હોવાનો દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
રાજેસ્થાનમાં ચંબલ સિંચાઈ યોજના ખાતે મગર દ્વારા કુતરાનો શિકાર કરવામાં આવ્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે, જયારે ન્યુઝ સંસ્થાન દ્વારા આ વિડિઓ સુરત તાપી નદીનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
navbharattimes
divyabhaskar
National Chambal Sanctuary
Jai Bharat Express
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
November 23, 2022
Prathmesh Khunt
July 10, 2021
Prathmesh Khunt
August 17, 2021