Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
દિલ્હી ઇલકેશનને લઇ મુસ્લિમ સમાજ દ્વારા “અલ્લાહ હું અકબર” ના નારા લગાવી હિન્દુઓ સામે ઇસ્લામિક સુપ્રિમેસી સાબિત કરવા માંગે છે. આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.
વેરિફિકેશન :-
ફેસબુક અને ટ્વીટર પર ગઈકાલે 8-ફેબ્રુઆરીના ઈલેક્શનને લઇ એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા “અલ્લાહ હું અકબર” નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી ઈલેક્શનમાં આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા છે અને આ હિન્દૂ સમાજ પર ઇસ્લામિક સુપ્રિમેસી સાબિત કરવા માંગે છે. વાયરલ પોસ્ટ સાથે કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “In the #DelhiPolls2020, Muslim goons chant a provocative slogan against Hindus to boast Islamic supremacy. Hindustan me rehna Hoga, Allah-O-Akbar kehna Hoga”(If u wish to live in India, then you’ll hv to chant Allah-O-Akbar)
આ વિડિઓને ટ્વીટર પર કેનેડીયન પત્રકાર તારેક ફતાહ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી, જેને લોકોએ ખુબ જ શેયર કરી છે. :-
આ વાયરલ પોસ્ટના સત્ય જાણવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જેના પરથી સાબિત થાય છે કે આ વિડિઓ દિલ્હી નહીં પરંતુ ઉદેયપુર રાજેસ્થાનનો છે, આ ઉપરાંત આ વિડિઓ 2017માં બનેલ છે. જેને હાલ દિલ્હી ઈલેક્શન સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વાયરલ વિડિઓ પર વધુ તપાસ કરતા યુટ્યુબ પરથી કેટલાક સમાન વિડિઓ અલગ-અલગ દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા છે. જેમાં એક વિડિઓમાં આ ઘટનામાં ગુજરાતીઓનો ઉલ્લેખ કરી એક દાવો કરવામાં આવ્યો છે, જેના પર થોડા સમય આગાઉ જ કેટલાક ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા.
આ વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ વિડિઓને ખોટા દાવા સાથે સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. વિડિઓ માંની ઘટના 2017 ઉદેયપુરની છે, જેને અલગ-અલગ દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 )
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.