Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
એર સ્ટ્રાઇકમાં ફાઈટર પ્લેનને રમકડાની જેમ ઉડાવી દીધાનો આ આકાશી તબાહીનો વીડિયો.
વીડિયો ARMA3 વીડિયો ગેમનો છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો ઘણો વાઇરલ થયો છે. વીડિયોમાં ફાઇટર પ્લેનને રમકડાની જેમ ઉડાવી દીધાના દૃશ્યો દેખાય છે. એક આકાશી તબાહીના દૃશ્યો તેમાં દેખાય છે. વીડિયોને તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ સાથે જોડીને શેર કરાયો છે. તેને એક અસલી લડાઈ હોવાના દાવા સાથે શેર કરાયો છે.
વીડિયો ક્લિપમાં ગોળીબાર અને હવાઈ હુમલાના દૃશ્યો છે. જેમાં એક ફાઇટર જેટ સતત હુમલા કરી રહ્યું છે. અને ચમકદાર ગોળા છોળાઈ રહ્યા છે.
અત્રે નોંધવું કે, પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં કુલ નવ સ્થળોએ હુમલો કર્યો. તેમાં બહાવલપુર, સિયાલકોટ, મુરીદકે, મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમ્બર, ચક અમરુનો સમાવેશ થાય છે. ભારતે ઓપરેશન સિંદુર લોન્ચ કરીને આ સ્ટ્રાઇક કરી હતી.
વળી, વાયરલ થઈ રહેલા વીડિયોની વાત કરીએ તો, તે 21 સેકન્ડ લાંબો છે, જેમાં એક ફાઇટર જેટને નિશાન બનાવતો જોઈ શકાય છે. અથડાવાને કારણે, ફાઇટર પ્લેન તૂટી પડે છે અને નીચે પડી જાય છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વીડિયો અસલી નથી. તેના દૃશ્યો સાચા નથી.
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ફાઇટર જેટને નિશાન બનાવવામાં આવ્યા હોવાના વાયરલ દાવા સાથે શેર કરવામાં આવી રહેલા વિડીયોની તપાસ કરી અને તેના કી ફ્રેમનો ઉપયોગ કરીને રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરંતુ અમને કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી નથી.
જોકે, આ દરમિયાન ઘણા સમાન વીડિયો મળી આવ્યા હતા, જેમાં તે વીડિયો ગેમ ARMA3માંથી હોવાનું કહેવાય છે .
ઉપર મળેલી માહિતીના આધારે, YouTube પર કેટલાક કીવર્ડ્સ સર્ચ કરવામાં આવ્યા. જેમાં અમે ARMA-3 વિડીયો ગેમના ઘણા રેકોર્ડ કરેલા વિડીયો જોવા મળ્યા.
અમને 1 માર્ચ, 2022ના રોજ કમ્પેર્ડેડ કમ્પેરિઝન નામના યુટ્યુબ એકાઉન્ટ પર વીડિયો મળી આવ્યો. નીચે આપેલા વીડિયોમાં તમે વાઇરલ વીડિયો અને ગેમિંગ વિડિઓઝ વચ્ચેની સમાનતા જોઈ શકો છો.


વાઇરલ વીડિયો ખરેખર ઓરિજિનલ વીડિયોના દૃશ્યોને કાપીને અને ઝૂમ કરીને પછી તે દૃશ્યોને અલગ કરીને તેમાંથી તૈયાર કરાયો છે. વળી તેની સ્પીડ પણ વધારી દેવાઈ છે.
ARMA-3 એ બોહેમિયા ઇન્ટરેક્ટિવ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવેલ લશ્કરી સિમ્યુલેશન વિડિઓ ગેમ છે. આ વિડીયો ગેમમાં, આધુનિક શસ્ત્રો અને યુદ્ધભૂમિ ડિજિટલ સ્વરૂપે હોય છે. જેને યુઝર્સ પોતાની રીતે રમે છે.
Read Also: Fact Check – શું ભારતના હુમલા પછી પાકિસ્તાની ન્યૂઝ એન્કર ચાલુ કાર્યક્રમે રડવા લાગ્યા?
અમારી તપાસમાં મળેલા પુરાવા સ્પષ્ટ કરે છે કે, ફાઇટર જેટને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો વાસ્તવમાં લશ્કરી સિમ્યુલેશન વિડીયો ગેમ ARMA-3ના દ્રશ્યો છે.
Sources
Video Uploaded by Compared Comparison YT account on 1st March 2022
(અહવેલા પહેલા ન્યૂઝચેકર હિંદીના રુંજય કુમાર દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
June 4, 2025
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 21, 2025