Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઈલોન મસ્કની ટીમ સાથે ભાગીદારીમાં વિકસિત તેમની AI ટ્રેડિંગ એપ લોન્ચ કરી
Fact – દાવાની તપાસમાં જાણવા મળ્યું કે દાવા સંબંધિત વીડિયો ઑલ્ટર્ડ મીડિયા છે.
સોશિયલ મીડિયામાં એક દાવો વાઇરલ થયો હતો કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઈલોન મસ્કની ટીમ સાથે ભાગીદારીમાં વિકસિત તેમની AI ટ્રૅડિંગ ઍપ લૉન્ચ કરી છે.
ન્યૂઝચેકરે સૌપ્રથમ “મુકેશ અંબાણી એલોન મસ્ક ટ્રેડિંગ ઍપ્લિકેશન” માટે કીવર્ડ સર્ચ ચલાવી હતી, જેમાં અમને આ વિશે કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો જોવા મળ્યા નથી.
અમે નોંધ્યું છે કે, અંબાણીના બોલતી વખતે હોઠના હાવભાવ અને વીડિયોમાં સાંભળવામાં મળી રહેલા શબ્દો સાથે સંપૂર્ણ રીતે મેળ નથી. જેનાથી તે ડિજિટલી છેડછાડ કરવામાં આવી હતી કે કેમ તે અંગે શંકા ઊભી કરે છે.
ત્યારપછી અમે વિડિયોના કીફ્રેમ્સની રિવર્સ ઈમેજ સર્ચ ચલાવી, જે અમને અહીં , અહીં અને અહીં જોવામાં આવેલા બહુવિધ સમાચાર અહેવાલો તરફ દોરી ગઈ. જેમાં એક સમાન વિડિયો શેર કર્યો જેમાં 30 માર્ચ, 2024ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણી 50મી ગોલ્ડન જ્યુબિલી ઍન્ડ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ પર બોલી રહ્યા હતા.. અંબાણીએ તેમના ભાષણમાં કોઈ પણ સમયે AI ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રમોટ કે લૉન્ચ કર્યું ન હતું.
ન્યૂઝચેકરે પછી વિડિયોને AI કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ, TrueMedia પર ચલાવ્યો, જેમાં જાણવા મળ્યું હતું કે “વીડિયો સાથે છેડછાડના નોંધપાત્ર પુરાવા” છે.
અમે ડીપવેર જે એક સમુદાય-સંચાલિત ઓપન-સોર્સ ડીપફેક ડિટેક્શન ટૂલ પર પણ વિડિયો ચલાવ્યો હતો. જેમાં માલૂમ થયું કે તે “શંકાસ્પદ” છે, આમ પુષ્ટિ કરે છે કે, વાયરલ વિડિયો AI સાથે છેડછાડ કરવામાં આવ્યો હતો.
ન્યૂઝચેકરે પછી લિંક ચલાવી. જે વાયરલ ફેસબુક પોસ્ટ સાથે જોડાયેલ છે. સ્કૅમ ડિટેક્ટર એક મુખ્ય ઑનલાઇન છેતરપિંડી નિવારણ સંસાધન છે જેમાં એના જણાવ્યું હતું કે વેબસાઇટ “શંકાસ્પદ અને વિવાદાસ્પદ” છે.
“એલ્ગોરિધમે ફિશિંગ, સ્પામિંગ અને શંકાસ્પદ પરિબળોને લગતી સંભવિત ઉચ્ચ-જોખમ પ્રવૃત્તિ તેમાં શોધી કાઢી હતી. આથી અમે આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની ભલામણ કરીએ છીએ.
અગાઉ, ન્યૂઝચેકરે અંબાણીનો આવો જ એક અન્ય ડીપફેક વિડિયોને ઉજાગર કર્યો હતો. જે કથિત રીતે સ્ટોક માર્કેટ ફોરમને સમર્થન આપીને વપરાશકર્તાઓને દૂષિત વેબસાઇટ્સ તરફ દોરી જાય છે.
Read Also : Fact Check: લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદી જીત્યા તે વારાસણી બેઠક પર EVM કૌભાંડનો દાવો ખોટો
તપાસમાં જાણવા મળે છે કે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. જેથી આ એક ઑલ્ટર્ડ મીડિયા છે.
Source
Youtube video, CNBC-TV18, March 30, 2024
TrueMedia detection tool
Deepware
Scam Detector
(અહેવાલ ન્યૂઝચેકર ઇંગ્લિશના કુશલ એચએમ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044