Friday, December 20, 2024
Friday, December 20, 2024

HomeFact CheckFact Check - ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીમાં આયોજિત નાટકનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ યુવતી...

Fact Check – ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીમાં આયોજિત નાટકનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ યુવતી પર હિંસા તરીકે વાયરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – બાંગ્લાદેશમાં હિંદુ યુવતી પર હિંસાનો વીડિયો
Fact – આ વીડિયો ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીના વિદ્યાર્થીની આત્મહત્યાના વિરોધમાં આયોજિત નાટકનો છે.

બાંગ્લાદેશમાં રાજકીય તખ્તાપલટની વચ્ચે એક છોકરીનો તેના હાથ-પગ બાંધી અને મોં પર ટેપ ચોંટાડવામાં આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને બાંગ્લાદેશમાં હિન્દુ નરસંહારના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયોને બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી. માર્ચમાં ઢાકામાં જગન્નાથ યુનિવર્સિટીના વિદ્યાર્થીની આત્મહત્યા બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન આયોજિત નાટકનું આ દ્રશ્ય છે. 

નોંધનીય છે કે બાંગ્લાદેશમાં લગભગ બે મહિનાના આરક્ષણ વિરોધી દેખાવો બાદ શેખ હસીનાએ 5 ઓગસ્ટે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભારત પહોંચી ગયા હતા. શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશની સેનાએ સત્તાની કમાન સંભાળી હતી. જોકે બાદમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સંગઠનના પ્રસ્તાવ પર સેનાએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા હતા.

વાયરલ વીડિયો લગભગ 30 સેકન્ડનો છે, જેમાં એક છોકરીના હાથ-પગ બાંધેલા છે અને તેના મોં પર ટેપ ચોંટી ગઈ છે. આ સમય દરમિયાન, કેટલાક લોકો પૃષ્ઠભૂમિમાં બંગાળી ભાષામાં વાતચીત કરતા પણ સાંભળી શકાય છે.

આ વિડિયોને વાયરલ દાવા સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે, “જેઓ બાંગ્લાદેશમાં હિન્દુ નરસંહારને એમ કહીને ઢાંકી રહ્યા છે કે તેઓ બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા કરી રહ્યા છે, તે બધા જૂઠા છે, આ જુઓ.” વીડિયોમાં એક હિંદુ યુવતીને જાહેરમાં હાથ-પગ બાંધીને પશુની જેમ રાખવામાં આવેલી દર્શાવવામાં આવી છે.  

આર્કાઇવ પોસ્ટ અહીં જુઓ

Fact Check/Verification

દાવાની તપાસ કરવા માટે, અમે પહેલા વાયરલ વીડિયોને ધ્યાનથી જોયો. આ સમય દરમિયાન, અમે વિડિઓમાં એક જગ્યાએ બંગાળી ભાષામાં “જગન્નાથ યુનિવર્સિટી” લખેલું જોયું. 

જ્યારે અમે આ યુનિવર્સિટીની શોધ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે, તે બંગાળની રાજધાની ઢાકામાં આવેલી સરકારી યુનિવર્સિટી છે.

Read Also – Fact Check – ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ દાવો ફેક

વિડિયોના કીફ્રેમ્સને રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે, આ વિડિયો 26 જુલાઈ-2024ના રોજ જગન્નાથ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ફેસબુક પેજ “JnU શોર્ટ સ્ટોરીઝ ” પર અપલોડ કરવામાં આવ્યો હતો.

Courtesy: FB/JnUshortStories1

પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “તમારી અફવાઓને કારણે છોકરી આજે આઘાતમાંથી પસાર થઈ રહી છે. આ છોકરી 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે જગન્નાથ યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે. આ વીડિયો થોડા દિવસ પહેલા અવંતિકા નામની યુવતીની આત્મહત્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનના નાટકનો છે. પરંતુ કેટલાક લોકો યુવતીને છાત્ર લીગના નેતા તરીકે રજૂ કરતો વીડિયો શેર કરી રહ્યા છે. આ બધું જોઈને યુવતી આઘાતમાં જીવી રહી છે. આ ઉપરાંત પોસ્ટમાં અફવાઓ રોકવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

આ પછી, અમે ઉપર આપેલી માહિતીના આધારે કીવર્ડ સર્ચ કર્યું અને ઢાકા ટ્રિબ્યુન નામની ન્યૂઝ વેબસાઇટ પર સંબંધિત અહેવાલ મળ્યો . આ રિપોર્ટ અનુસાર, જગન્નાથ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ફૈરુઝ અવંતિકાએ 15 માર્ચ 2024ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા, તેમણે કોલેજના તત્કાલિન સહાયક પ્રોક્ટર દીન ઇસ્લામ અને ક્લાસમેટ અમ્માન સિદ્દીકીને દોષી ઠેરવતા ફેસબુક પોસ્ટ લખી હતી. 16 માર્ચે અવંતિકાને તેમનાં વતન કોમિલ્લાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં હતાં. આ પછી તેમનાં સાથીદારોએ પ્રદર્શન કર્યું અને આરોપીઓની ધરપકડની માંગ કરી.

શોધ કરવા પર, અમને 18 માર્ચ, 2024 ના રોજ સમય ટીવીના YouTube એકાઉન્ટ પર અપલોડ કરાયેલ અવંતિકાની આત્મહત્યાના વિરોધ સાથે સંબંધિત એક વીડિયો રિપોર્ટ મળ્યો . આ વીડિયો રિપોર્ટમાં વાયરલ વીડિયોના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અવંતિકાનાં મિત્રોએ નાટક દ્વારા આરોપીની ધરપકડ સહિત અન્ય ઘણી માંગણીઓ પણ કરી હતી.

અમારી તપાસમાં અત્યાર સુધી મળેલા પુરાવાઓ પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વાઈરલ થયેલા વીડિયોને બાંગ્લાદેશમાં તાજેતરના વિદ્યાર્થીઓના આંદોલન અને તે પછી સર્જાયેલી રાજકીય અને હિંસક પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

આ પછી, અમે અમારી તપાસની પુષ્ટિ કરવા માટે જગન્નાથ યુનિવર્સિટી, ઢાકાના એક વિદ્યાર્થીનો પણ સંપર્ક કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળેલી છોકરીની ઓળખ કરતા તેમણે કહ્યું, “યુવતી હિન્દુ છે અને તે જગન્નાથ યુનિવર્સિટીના સંગીત વિભાગનાં વિદ્યાર્થિની છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે અવંતિકાની આત્મહત્યાના વિરોધમાં એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા આ યુવતી અવામી લીગ સાથે જોડાયેલી છાત્ર લીગની સભ્ય હોવાના દાવા સાથે વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, પરંતુ આ દાવો પણ ખોટો છે.

Read Also – Fact Check – ‘મુસ્લિમો યુકે સહિત ભારતમાં વસ્તી વધારી તેને મુસ્લિમ રાષ્ટ્રો બનાવી રહ્યાં છે?’ શું છે વાઇરલ મૅસેજનું સત્ય

Conclusion

અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીની એક છોકરીની આત્મહત્યા બાદ વિરોધ દરમિયાન આયોજિત એક નાટકનો છે.

Result – False

Our Sources
Facebook post by Jnu Short Stories on 26th July 2024
Article by Dhaka Tribune on 16th March 2024
Video Report by SOMOY TV on 18th March 2024
Telephonic Conversation with Viral Video Girl’s Friend

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular