Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યા ન હોવાનો દાવો
Fact – આ દાવો ખોટો છે. ખરેખર રશિયામાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા.
રશિયાના કાઝાન શહેરમાં 22-24 ઓક્ટોબર-2024ના રોજ સોળમી બ્રિક્સ (BRICS) સમિટ યોજાઈ હતી. આ સંમેલનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ભાગ લીધો હતો. આ કૉન્ફરન્સ બાદથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ સમિટમાં ભારતીય વડા પ્રધાન મોદી સાથે હાથ મિલાવ્યા નથી.
જોકે, તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. રશિયામાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા.
23 ઓક્ટોબરના રોજ શેર કરાયેલ સોશિયલ મીડિયા X પોસ્ટ (આર્કાઇવ )માં ત્રણ સેકન્ડની ક્લિપ શેર કરવામાં આવી છે . ક્લિપમાં બે વીડિયોનો કૉલાજ છે. એક વીડિયોમાં વડા પ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફ હાથ લંબાવતા જોવા મળે છે અને શી જિનપિંગ નરેન્દ્ર મોદીને રસ્તો બતાવે છે. બીજી ક્લિપમાં પૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને વડા પ્રધાન મોદી જોવા મળી રહ્યા છે. આ ક્લિપમાં પણ નરેન્દ્ર મોદી એન્જેલા મર્કેલ તરફ હેન્ડશેકની રીતે હાથ લંબાવતા જોવા મળે છે અને તે આગળ વધવાનો સંકેત આપે છે.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “શી જિનપિંગે મોદીજી સાથે હાથ મિલાવવાનું ટાળ્યું, – બ્રેકિંગ ન્યૂઝ. મોદીજીનું આટલું અપમાન દેખાતું નથી, કંઈક કરો. ઓછામાં ઓછું મીડિયામાં યુદ્ધ શરૂ કરો“.
દાવો ચકાસવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ સર્ચ હાથ ધરી. આ સમય દરમિયાન, અમને આવા ઘણા મીડિયા અહેવાલો મળ્યા, જેમાં બ્રિક્સ સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન બંનેએ હાથ મિલાવ્યા હતા. આ વિષય પર 24 ઓક્ટોબર-2024 ના રોજ બીબીસી દ્વારા પ્રકાશિત અહેવાલનું શીર્ષક છે, “મોદી અને શીએ હાથ મિલાવ્યા, સંબંધો પાટા પર પાછા આવવાની કેટલી આશા છે.”
અહેવાલમાં લખ્યું છે,“બુધવારે રશિયાના કઝાનમાં દ્વિપક્ષીય સંબંધોમાં પાંચ વર્ષનો બરફ ઓગળ્યો જ્યારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ઉષ્માપૂર્વક હાથ મિલાવ્યા.”
અન્ય મીડિયા અહેવાલો અહીં , અહીં અને અહીં જુઓ .
વધુ તપાસમાં, અમે વાયરલ ક્લિપના મુખ્ય ફ્રેમ્સને રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ ચલાવી. આ સમય દરમિયાન, અમને આ ક્લિપનો એક લાંબો ભાગ મળ્યો જેમાં તે જોવા મળે છે કે શી જિનપિંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશોના રાષ્ટ્રધ્વજની સામે આવવા અને હાથ મિલાવવાનો સંકેત આપી હાથ મિલાવે છે.
23 ઓક્ટોબર-2024ના રોજ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી આ આખો વીડિયો શેર કરતી વખતે ANI એ કેપ્શનમાં લખ્યું, “ઐતિહાસિક હેન્ડશેક”
આગળ તપાસમાં અમે ગૂગલ લેન્સની મદદથી જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ અને પીએમ મોદીની ક્લિપ્સ સર્ચ કરી. આ સમય દરમિયાન, અમને સાત વર્ષ પહેલાં 30 મે 2017ના રોજ થયેલા લાઇવ સ્ટ્રીમમાં નરેન્દ્ર મોદીની અધિકૃત YouTube ચેનલ પર વાયરલ ક્લિપનો લાંબો વીડિયો મળ્યો.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “પીએમ મોદી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે કરારો અને પ્રેસ નિવેદનોની આપલે કરે છે.” વાયરલ ક્લિપ ધરાવતો ભાગ આ વીડિયોમાં 40 મિનિટનો જોવા મળે છે. એન્જેલા મર્કેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતપોતાના દેશોના રાષ્ટ્રધ્વજની સામે આવવાનો સંકેત આપે છે અને પછી બંને હાથ મિલાવતી વખતે ફોટોગ્રાફ લે છે.
Read Also : Fact Check – શું ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું કે, “હું ગૌમાંસ, બીફ ખાઉં છું?” શું છે સત્ય
તપાસમાંથી અમે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવાનું ટાળવાનો શી જિનપિંગ અને મોદી મામલેનો વાઇરલ દાવો ખોટો છે. ખરેખર રશિયામાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા.
Sources
Report published by BBC on 24th October 2024.
Video shared by ANI on 23rd October 2024.
LIVE Stream on Narendra Modi’s You-tube channel on 30th May 2017.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
March 29, 2025
Dipalkumar Shah
March 25, 2025
Dipalkumar Shah
June 22, 2024