Authors
યુકેમાં પોપસ્ટાર ટેલર સ્વિફ્ટના કૉન્સર્ટ બાદ ત્રણ બાળકીઓની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાયા બાદ ફેલાયેલી મિસઇન્ફર્મેશન અને ડિસઇન્ફર્મેશનને પગલે એન્ટિ-ઇમિગ્રન્ટ જુવાળ ઊભો થતા રમખાણો ફાટી નીકળ્યા. સોશિયલ મીડિયામાં હત્યારો મુસ્લિમ હોવાની ખોટી વાત વહેતી કરી દેવાતા રમખાણોએ ઊગ્ર સ્વરુપ ધારણ કર્યું. પોલીસે પણ સ્પષ્ટતા કરી હતી કે હત્યારો મુસ્લિમ નથી. આ દરમિયાન ઇસ્લામોફોબિક માહિતીઓ સોશિયલ મીડિયામાં વધુ પ્રસરવા લાગી છે. ન્યૂઝચેકરને પણ આવો જ એક વાઇરલ ફેક મૅસેજ ફેક્ટ ચેક માટે પ્રાપ્ત થયેલ. પ્રાપ્ત થયેલ દાવામાં કહેવાયું છે કે, “યુકે સહિત વિશ્વમાં મુસ્લિમો વસ્તી મામલે હિંદુઓને પાછળ છોડી દેશે અને રાજકીય સત્તા પોતાના તરફે આંચકી બિન-મુસ્લિમ દેશોને મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવી રહ્યા છે. ભારતમાં હિંદુઓ લઘુમતી આવા જવાના છે અને મુસ્લિમોની વસ્તી બહુમતીમાં આવી જશે.” અમારી તપાસમાં આ સમગ્ર દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે.
ઉપરાંત, ગરમ પાણી અને પાઇનેપલના ટુકડાનું જ્યૂસ કૅન્સર મટાડી શકતો હોવાનો વાઇરલ દાવો પણ ફેક્ટ ચેક માટે પ્રાપ્ત થયો હતો.ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે. દરમિયાન ચીનમાં વરસાદના લીધે તૂટેલા રસ્તાનો વીડિયો ગુજરાતના તૂટેલા રોડ તરીકે વાઇરલ કરાયો હતો. આ સહિત અને દાવા પણ વાઇરલ થયા હતા જેની ફેક્ટ ચેક કરવામાં આવેલી હતી. તેને આ રિપોર્ટમાં વાંચી શકાય છે.
‘મુસ્લિમો યુકે સહિત ભારતમાં વસ્તી વધારી તેને મુસ્લિમ રાષ્ટ્રો બનાવી રહ્યાં છે?’
“યુકે સહિત વિશ્વમાં મુસ્લિમો આંચકી બિન-મુસ્લિમ દેશોને મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવી રહ્યા છે? અમારી તપાસમાં આ સમગ્ર દાવો અને ખબર ખોટો હોવાનું બહાર આવ્યું છે. વધુ અહેવાલ અહીં વાંચો.
ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ દાવો ફેક
ગરમ પાણીમાં સમારેલા પાઈનેપલના થોડા ટુકડા ઉમેરીને આ મિશ્રણ પીવાથી શરીરની બીમારી સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે અને આવું નિયમિત કરવાથી કૅન્સર મટી શકે છે.” ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે. વધુ અહેવાલ અહીં વાંચો.
ચીનમાં તૂટેલા રોડનો જૂનો વીડિયો ગુજરાતનો હોવાનું કહી વાઇરલ
ચીનમાં પાણી ભરેલા ખાડાઓથી ભરેલા રોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ગુજરાતનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે.
દાવો તપાસમાં ખોટો પુરવાર થયો છે.વધુ અહેવાલ અહીં વાંચો.
યુનિવર્સિટીમાં નાટકનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ યુવતી પર હિંસા તરીકે વાયરલ
બાંગ્લાદેશમાં રાજકીય તખ્તાપલટની વચ્ચે એક છોકરીનો તેના હાથ-પગ બાંધી અને મોં પર ટેપ ચોંટાડવામાં આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તપાસમાં દાવો ખોટો પુરવાર થયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044