Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : પુષ્પા-2 ચાલુ ફિલ્મમાં થિયેટરમાં લોકોએ આતશબાજી કરી તો થિયેટરમાં આગ લાગી
Fact: વીડિયો સલમાન ખાનની ફિલ્મ ટાઇગર-થ્રી સિનેમાઘરમાં ચાલી રહી હતી ત્યારે બનેલી ઘટનાનો જૂનો વીડિયો છે.
તાજેતરમાં પુષ્પા-2 ફિલ્મ ભારતભરમાં છવાઈ ગઈ છે. દર્શકો ફિલ્મની ઘણી ચર્ચા અને પ્રશંશા કરી રહ્યા છે તથાં ફિલ્મના હીરો અલ્લુ અર્જુનના ચાહકો થિયેટર બહાર લાઈન લગાવી ફિલ્મ જોવા પહોંચી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની ઘણી ચર્ચા ચાલી રહી છે.
જોકે, આ ચર્ચા વચ્ચે એક વીડિયા વાઇરલ થયો છે. પુષ્પા-2 ચાલુ ફિલ્મમાં થિયેટરમાં લોકોએ આતશબાજી કરી તો થિયેટરમાં આગ લાગી હોવાના દાવા સાથે વીડિયો વાઇરલ થયો છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર એક યુઝરે વીડિયો શેર કરતા કૅપ્શનમાં લખ્યું, ” ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક મહાનુભાવે ‘પુષ્પા 2’ જોઈને સાવ ભંગાર હોવાનો રીવ્યુ આપ્યો હતો. ખાસ તેમના માટે આ વીડિયો.. કોઈ ગુજરાતી, ઇવન બૉલીવુડ ફિલ્મનો આવો ક્રેઝ જોયો છે?”
યુઝરે આ કૅપ્શનના સાથે એક ક્લિપ શેર કરી છે, જેમાં એક થિયેટરમાં ધડાધડ આતશબાજી થઈ રહેલી દેખાય છે. અને દર્શકો ભાગદોડ કરી રહ્યા છે તથા બીજી તરફ થિયેટરમાં પડદા પર ફિલ્મ ચાલી રહી છે.
એક અન્ય યુઝરે યુટ્યુબ પર આ જ વીડિયો પોસ્ટ કર્યો અને કૅપ્શન લખ્યું,” પુષ્પા-2 ચાલુ ફિલ્મમાં થિયેટરમાં લોકોએ આતશબાજી કરી તો થિયેટરમાં આગ લાગી.”

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
વાઇરલ વીડિયો અને દાવાની તપાસ માટે અમે સોપ્રથમ ગૂગલ સર્ચની મદદ લીધી અને તપાસ્યું કે શું દેશમાં કોઈ જગ્યાએ પુષ્પા-2ના સ્ક્રિનિંગ સમયે થિયેટરમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાના અહેવાલ છે કે નહીં? જોકે, અમને એવા કોઈ સમાચાર અહેવાલ પ્રાપ્ત નથી થયા જેમાં ફટાકડાથી આગ લાગી હોવાની ઘટનાની નોંધ લેવાઈ હોય.
ત્યાર બાદ વાઇરલ વીડિયોના કીફ્રેમને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી અમે સર્ચ કરી. તેમાં વધુ સર્ચ કરતા અમને 22 નવેમ્બર-2023ના રોજ પ્રકાશિત ડેઇલી મેઇલની ફેસબુક પોસ્ટનો અહેવાલ મળ્યો. તેમાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને કૅપ્શન લખ્યું છે, “સલમાન ખાનના ચાહકોએ સિમેનાઘરમાં આતશબાજી કરી.”
અત્રે નોંધવું કે, આ વીડિયોના વિઝ્યૂઅલ અને પુષ્પા-2ના દાવા સાથે વાઇરલ વીડિયોના વિઝ્યૂઅલ બંને મૅચ થાય છે. તે એક સરખા છે. જેથી એ વાત પુરવાર થાય છે વીડિયો ખરેખર વર્ષ 2023નો છે. એટલે કે પુષ્પા-2 ફિલ્મનો નથી.
વધુમાં અમને ગુજરાતીમાં કીવર્ડ સર્ચ ચલાવતા 13 નવેમ્બર 2023ના રોજ એબીપી અસ્મિતા ગુજરાતી દ્વારા યુટ્યુબ પર પ્રસારિત સામાચાર અહેવાલ પ્રાપ્ત થયો.
અહેવાલનું શીર્ષક છે – Tiger 3 : મહારાષ્ટ્રના માલેગાંવમાં ટાઈગર-3ના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં આતશબાજી થતા ભાગદોડ મચી
તદુપરાંત 14 નવેમ્બર-2023ના રોજ વેબદુનિયા દ્વારા પ્રકાશિત સામાચાર અહેવાલ પણ પ્રાપ્ત થયો. જેમાં લખ્યું છે કે, “સલમાન ખાનની ફિલ્મ ટાઇગર થ્રીનું સ્ક્રિનિંગ નાસિક જિલ્લાના માલેગાવ નગરના સિનેમાઘરમાં વચ્ચે જ રોકવું પડ્યું હતું. કેમ કે દર્શકોએ ચાલુ ફિલ્મમાં આતશબાજી કરતા ભાગદોડ મચી હતી. સલમાન ખાનની એન્ટ્રી પર દર્શકોએ આતશબાજી કરી હતી. બાદમાં સિનેમાઘરના મૅનેજમેન્ટે સ્ક્રિનિંગ રોકી પોલીસ બોલાવી હતી. જોકે, ઘટનાને પગલે આગ નહોતી લાગી અને કોઈને ઈજા નહોતી થઈ. પોલીસે બે શકમંદ દર્શકોની અટકાયત પણ કરી હતી.”
અહેવાલમાં એક ટ્વિટ (સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ Xની પોસ્ટ) પણ સામેલ કરેલ છે. તેમાં વીડિયો જોઈ શકાય છે. આ એ જ વીડિયો છે જે પુષ્પા-2ના થિયેટરમાં આગના દાવા સાથે વાઇરલ થયેલ છે. બંને સરખા જ વીડિયો છે.
આથી વીડિયો ખરેખર જૂનો અને અન્ય ઘટનાનો છે. તેને પુષ્પા-2 ફિલ્મ કે તેના થિયેટરમાં સ્ક્રિનિંગ સાથે કોઈ લેવાદેવા નથી.
પુષ્પા-2 ફિલ્મના સ્ક્રિનિંગમાં થિયેટરમાં ચાહકો દ્વારા આતશબાજીથી આગ લાગી હોવાના દાવા સાથે વાઇરલ વીડિયો ખરેખર 2023માં સલમાન ખાનની ટાઇગર થ્રી ફિલ્મના થિયેટરમાં સ્ક્રિનિંગ સમયે ઘટેલી નાસિકની ઘટનાનો છે. તેને પુષ્પા-2 ફિલ્મના ખોટા સંદર્ભ સાથે જોડીને ખોટા દાવા સાથે વાઇરલ કરેલ છે.
Our Sources
ABP Asmita News Report Dated 13 Nov, 2023
Daily Mail Reports Dated 22 Nov, 2023
Webduniya News Report Dated 14 Nov, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Komal Singh
October 15, 2024
Prathmesh Khunt
February 24, 2021
Prathmesh Khunt
March 8, 2021