Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckFact Check - સુરતમાં રેલ્વે ટ્રેક સાથે છેડછાડની ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પરિબળ...

Fact Check – સુરતમાં રેલ્વે ટ્રેક સાથે છેડછાડની ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – સુરતમાં રેલવે ટ્રેક સાથે છેડછાડની ઘટનામાં સાંપ્રદાયિક પરિબળ સામેલ છે
Fact – વાઇરલ દાવો ખોટો છે. ઘટનામાં સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી.

રેલ જેહાદના દાવા સાથે રેલ્વે ટ્રેકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને તે સુરતનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, રેલ્વે સ્ટેશનથી અમુક અંતરે રેલ્વે ટ્રેકની ઘણી ફીશ પ્લેટ અને કી-લૉક ખોલી કાઢવામાં આવ્યા હતા.

જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આ ઘટનામાં સુરત પોલીસે પ્રમોશન અને ઈનામ મેળવવાના લાલચમાં રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને 71 કી-લૉક હટાવનારા રેલવે કર્મચારીઓ સુભાષ કુમાર પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે.

વાયરલ વીડિયો લગભગ 28 સેકન્ડનો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેક પર ખુલેલી ફિશ પ્લેટ બતાવી રહ્યો છે. આ વિડિયો વાયરલ દાવાના કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે.

કૅપ્શનમાં લખ્યું છે,“સુરતમાં રેલ જેહાદનો મોટો પ્રયાસ નિષ્ફળ ગયો. કીમ રેલ્વે સ્ટેશનથી થોડે દૂર રેલ્વેની ઘણી ફીશ પ્લેટ અને તમામ કી ખૂલેલી હાલતમાં મળી આવી હતી. ટ્રેનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. રેલવેના લોકો ટ્રેક રિપેર કરવામાં વ્યસ્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે બંને તરફ વિશેષ સમુદાયોની મોટી વસ્તી છે.

ઉપરના કેપ્શન સાથે આ વીડિયો ફેસબુક પર પણ શેર કરવામાં આવ્યો છે.

Fact Check/Verification

ન્યૂઝચેકરે વાયરલ વીડિયોની તપાસ માટે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. આ સમય દરમિયાન, અમને 23 સપ્ટેમ્બર 2024ના રોજ દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. વાયરલ વીડિયોના દ્રશ્યો તેમાં હાજર હતા.

Courtesy: Dainik Bhaskar

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટના 20 સપ્ટેમ્બરની રાત્રે સુરતથી લગભગ 50 કિલોમીટર દૂર કીમ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. અહેવાલ અનુસાર કીમેન સુભાષ કુમારે સ્ટેશન માસ્ટરને કહ્યું હતું કે, રેલ્વે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને 71 કી ગાયબ છે અને તેના ભાગોને ટ્રેક પર રાખવામાં આવ્યા છે. સ્ટેશન માસ્ટરને માહિતી મળતાની સાથે જ તેમણે ઉપરોક્ત ટ્રેક પરથી પસાર થતી બે પેસેન્જર ટ્રેનોને રોકી હતી અને નવી ફિશ પ્લેટ લગાવ્યા બાદ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.  

આ પછી સ્થાનિક પોલીસ, એટીએસ, એનઆઈએ, આરપીએફ અને જીઆરપી ઘટનાની તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન ટ્રેકની બંને તરફ લગભગ 5 કિલોમીટર સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કંઈ મળ્યું ન હતું. નજીકના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી ન હતી. તપાસ ટીમને શંકા ગઈ કે આટલા મોટા જથ્થામાં ચાવી ખોલવાનું અને ફિશ પ્લેટ્સ કાઢવાનું કામ કોઈ અનુભવી કર્મચારી જ કરી શકે અને તેની પાસે પૂરતા સાધનો પણ હોવા જોઈએ. તપાસ ટીમને કોઈ સાધન મળ્યું ન હોવાથી ટીમે કીમેન સુભાષ કુમારની પૂછપરછ કરી. તેણે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે ટ્રેકમેન મનીષ અને શુભમ જયસ્વાલની મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રમોશન અને ઈનામની લાલચમાં તેણે આ ષડયંત્ર રચ્યું હતું.

આ સમય દરમિયાન, અમને ઇન્ડિયા ટુડેની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો . આ અહેવાલમાં સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસરનું નિવેદન હતું. એસપી હિતેશ જોયસરના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ત્રણ રેલવે કર્મચારી સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલ સામેલ હતા. ઈનામની લાલચમાં ત્રણેયએ આ ગુનો કર્યો હતો.

એસપીએ જોયસરે એમ પણ કહ્યું કે, રેલ્વેએ 21મી સપ્ટેમ્બરની સવારે આ ઘટનાની જાણકારી આપી હતી. આ પછી, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફિશ પ્લેટ ખોલવા અને ટ્રેન પસાર થવા વચ્ચેનો સમય અંતરાલ ઘણો ઓછો હતો. જ્યારે ત્રણેય કર્મચારીઓના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે સવારના 2.56 થી 4.57 વચ્ચેના ઘણા ફોટા અને વીડિયો મળી આવ્યા હતા, જેમાં ટ્રેક ટેમ્પરિંગના દ્રશ્યો હતા. આ દરમિયાન તેમાંથી કેટલાક ફોટા પણ ડીલીટ કરી દીધા હતા.

Courtesy: India Today

આ પછી ત્રણેય કર્મચારીઓએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે ઈનામ મેળવવા અને નાઈટ ડ્યુટી ચાલુ રાખવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. કારણ કે નાઈટ ડ્યુટી દ્વારા તે લોકોને દિવસ દરમિયાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા મળ્યો હતો. આ સિવાય રિપોર્ટમાં એસપીને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ષડયંત્રનો આઈડિયા સુભાષ પોદ્દારને આવ્યો હતો કારણ કે તેમની નાઈટ ડ્યૂટી ટૂંક સમયમાં પૂરી થવાની હતી. 

આ ઉપરાંત, અમને ANIના X હેન્ડલ પરથી આ સંબંધમાં એક ટ્વિટ પણ મળ્યું, જેમાં સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસરનું નિવેદન હતું. આમાં તેમણે એમ પણ કહ્યું છે કે, ત્રણેય કર્મચારીઓએ ઈનામ અને નાઈટ ડ્યૂટીના કારણે ફિશ પ્લેટ અને પેડલોક બહાર કાઢ્યા હતા. ત્રણેયની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા છે.

Courtesy: X/ANI

વધુમાં અમે સુરત પોલીસનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. અમે એસપી હિતેશ જોયસર અને ડીવાયએસપી આર. આર. સરવૈયા સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.

જોકે, કીમ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પી.એચ. જાડેજાનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ રેલવે કર્મચારી છે અને આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક કોણ નથી.

Conclusion

અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, સુરત ગ્રામ્ય પોલીસે સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને પેડલોક હટાવવાના કેસમાં ધરપકડ કરી છે. આ બાબતમાં કોઈ સાંપ્રદાયિક એંગલ (પરિબળ) નથી.

Result – False

Our Sources
Article Published by Dainik Bhaskar on 23rd Sep 2024
Article Published by India Today on 24th Sep 2024
Tweet by ANI on 23rd Sep 2024
Telephonic Conversation with Kim Police station PI PH Jadega

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular