Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – પૂર્વ પીએમ મનમોહન સિંહે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કીમને સમર્થન આપ્યું છે.
Fact – વીડિયો ડિજિટલી છેડછાડ કરાયેલો છે અને ડીપફેક છે.
સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ મનમોહન સિંહ રોકાણમાટેની સ્કીમનો પ્રચાર કરી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
જોકે, આ વીડિયો ન્યૂઝચેકરને ડીપફેક હોવાનું જણાયું છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
વાઇરલ વીડિયોની તપાસ દરમિયાન ન્યૂઝચેકરે નોંધ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના હોઠની હિલચાલ અસામાન્ય લાગતી હતી, જે દર્શાવે છે કે તેમાં ડિજિટલી હેરફેર કે કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે.
અમે કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ પણ ચલાવી, જે અમને 1 સપ્ટેમ્બર-2019ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અપલોડ કરવામાં આવેલ આ યુટ્યુબ વિડિયો તરફ દોરી જાય છે , જેનું શીર્ષક હતું, “સરકાર દ્વારા કરાયેલો સર્વાંગી ગેરવહીવટ મંદી તરફ દોરી ગયો’: ભૂતપૂર્વ PM મનમોહન સિંહ”.
વીડિયો મામલે આ પ્રકારે વર્ણન કરાયું છે,”ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘ઘણી ચિંતાજનક’ છે. તેમણે કહ્યું, ‘આજે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લા ક્વાર્ટરનો જીડીપી વૃદ્ધિ દર 5% એ સંકેત આપે છે કે આપણે લાંબા સમય સુધી મંદી વચ્ચે છીએ. ભારતમાં વધુ ઝડપી દરે વિકાસ કરવાની ક્ષમતા છે પરંતુ મોદી સરકારના સર્વાંગી ગેરવહીવટને કારણે આ ધીમી પડી છે.’
વીડિયોમાં કોઈ પણ સમયે મનમોહન સિંહે કોઈ રોકાણની તકનો ઉલ્લેખ કર્યો નથી, જે સાબિત કરે છે કે વાયરલ વીડિયો ડિજિટલી છેડછાડવાળો હોવાનું સૂચવે છે.
ન્યૂઝચેકરે AI કન્ટેન્ટ-સર્ચ ટૂલ TrueMediaની મદદ લીધી અને વિડિયો ચકાસ્યો, જેમાં “મેનીપ્યુલેશનના નોંધપાત્ર પુરાવા” મળ્યા. જ્યારે AI-જનરેટેડ ઑડિયો તરફ પણ ધ્યાન દોર્યું.
ટૂલનો રિપોર્ટ જણાવે છે કે, “ટ્રાન્સક્રિપ્ટ સાચી બોલાતી વાતચીતને બદલે સ્ક્રિપ્ટેડ સેલ્સ પિચ અથવા કૌભાંડ હોય એ રીતે જણાઈ આવે છે. નાણાકીય લાભના અસંખ્ય વચનો અને કૌભાંડોની લાક્ષણિક તાકીદની યુક્તિઓ સાથે ભાષા પણ અતિશયોકિતવાળી લાગે છે. આ સંદર્ભમાં એક જાણીતી વ્યક્તિ મનમોહન સિંહનો ઉલ્લેખ સંભવતઃ સંદેશને વિશ્વસનીયતા આપવાનો પ્રયાસ છે, જે કપટી યોજનાઓ હાથ ધરવાની સામાન્ય યુક્તિ છે. ટ્રાંસ્ક્રિપ્ટનું માળખું અને સામગ્રી પ્રેક્ષકોને છેતરવા માટે છે. તે સ્ક્રિપ્ટેડ ભાગ છે.”
ન્યૂઝચેકરે પછી ઑડિયો મામલેAI સંશોધન અને ચકાસણી કરતી કંપની ElevenLabs પર ઑડિયો ચકાસ્યો. જેમાં કહ્યું કે, “ખૂબ જ સંભવાના છે કે, (98% સંભાવના)” કે અવાજ ElevenLabs સાથે જનરેટ થયો હતો.
અમે રીસેમ્બલ AI ના ડીપફેક ડિટેક્ટરનો પણ ઉપયોગ કર્યો અને ઑડિયો ચકાસ્યો હતો. જેમાં પરિણામ આવ્યું કે, ઑડિયો “ફેક” હતો. જે વધુમાં પુષ્ટિ કરે છે કે વાયરલ વિડિયો ડીપફેક હતો.
Read Also – Fact Check: બેંગલુરુ મહાલક્ષ્મી હત્યા કેસમાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી, જાણો સત્ય
આમ અમારી તપાસમાં વીડિયો અને ઑડિયો બંને એઆઈ થકી જનરેટ થયા છે આથી તે ડીપફેક હોવાનું પુરવાર થાય છે.
Source
Youtube video, INC, September 1, 2019
TrueMedia AI detection tool
Resemble AI’s Deepfake Detector
ElevenLabs AI voice detection tool
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 17, 2025
Dipalkumar Shah
May 16, 2025
Dipalkumar Shah
April 19, 2025