Authors
Claim – ગુજરાતમાં વરસાદી પૂરને લીધે જેસીબી રોડમાં ધસી ગયાના દાવા સાથે વાઇરલ વીડિયો
Fact – વીડિયો રાજસ્થાનના જયપુરમાં જેસીબી વરસાદના લીધે રોડમાં ખાડો પડતા ધસી ગયા હોવાનો છે. ગુજરાતનો નહીં.
ગુજરાતમાં સતત વરસાદને પગલે સુરત, વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિતના શહેરો-પ્રાંતોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને નદીઓ તથા ડૅમો ઑવરફ્લો થઈ રહ્યા છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી આગામી 48 કલાક ઍલર્ટ અપાયું છે. ઘણા રસ્તા બ્લોક થતા બસ અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે.
આ દરમિયાન, ગુજરાતમાં પૂરના પાણીને લીધે સર્જાયેલી સમસ્યાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
જોકે, ગુજરાતમાં વરસાદી પૂરને લીધે જેસીબી રોડમાં ધસી ગયાના દાવા સાથેનો વીડિયો પણ ઘણો વાઇરલ થયો છે.
પરંતુ,ન્યૂઝચેકરને વીડિયો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટમાં વીડિયો શેર કરાયો છે. અને લખ્યું છે, ” આખુ ગુજરાત રેડએલર્ટ છે, આત્મનિર્ભર બની ઘરમા પડ્યા રહેજો પણ ભાજપે બનાવેલ રોડ પર ન નીકળતા નહીતો સવારે om Shanti ની પોસ્ટ આવશે.”
આ દાવા સાથે વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં એક જેસીબી વરસાદી પાણીને લીધે રોડ તૂટી પડતા તેના ખાડામાં ધસી ગયેલું છે.
આર્કાઇવ પોસ્ટ અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ કરતા ન્યૂઝચેકરે સૌપ્રથમ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ લૅન્સની મદદથી રિવર્સ ઇમેજ સર્ચ કર્યાં. જેમાં MSN અને દૈનિક ભાસ્કર દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયા. 2 ઑગસ્ટ- 2024ના રોજ પ્રકાશિત આ વીડિયો અહેવાલોમાં દર્શાવેલ ફૂટેજમાં રોડ પર એક જેસીબી અને બસ ફસાયેલા જોવા મળે છે. બંને વાહનો રોડમાં વરસાદી પાણીને લીધે ધસી ગયેલા છે. આ વીડિયોના ફૂટેજ દાવામાં શેર કરાયેલ વીડિયો સાથે મૅચ થાય છે.
‘જયપુરમાં વરસાદને લીધે જેસીબી રોડમાં ધસી ગયું’ શીર્ષક સાથે પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, “ભારતના રાજસ્થાનમાં જયપુરમાં ભરત વિહાર કોલોનીમાં 2જી ઑગસ્ટરના રોજ એકાએક જેસીબી રોડમાં ધસી ગયું. ભારે વરસાદને લીધે ફસાયેલા વાહનો કાઢવા માટે જેસીબી મોકલવામાં આવ્યું હતું પરંતુ વરસાદના લીધે રોડ તૂટી જતા જેસીબી અંદર જમીનમાં ધસી ગયું હતું.”
વળી જયપુરમાં વરસાદના અહેવાલ મામલેના દૈનિક ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ આ ઘટના વિશે નોંધ લેવાઈ હતી. તેમાં દર્શાવવામાં આવેલા ફૂટેજ પણ વાઇરલ વીડિયોના ફૂટેજ સાથે મૅચ થાય છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે, જયપુરમાં પાણી ભરાયા હતા. અને વરસાદી પાણીને લીધે ઘણા વાહનો રોડમાં ફસાયા હતા જેમાં જેસીબી પણ ફસાયેલું જોવા મળ્યું.
તદુપરાંત જયપુરમાં રોડમાં ધસી ગયેલા જેસીબીના સમાચાર Newsflair અને You Tube વીડિયો પોસ્ટમાં પણ જોવા મળ્યા. અહેવાલ અહીં અને અહીં જુઓ.
Read Also – Explainer: ગુજરાતમાં જેના મામલે ઍલર્ટ અપાયું તે મંકીપોક્સ વાઇરસ શું છે?
Conclusion
આથી અમારી તપાસમાં એ પુરવાર થાય છે કે, વરસાદી પૂરને લીધે રોડ તૂટી તેમાં ધસી ગયેલા જેસીબીનો વીડિયો ગુજરાતનો નથી. દાવા સાથે શેર કરાયેલ વાઇરલ વીડિયો ખરેખર જયપુરમાં કેટલાક સપ્તાહો પહેલા ઘટેલી ઘટનાનો વીડિયો છે. આથી દાવો ખોટો છે.
Result – False
Sources
News Report by MSN
News Report by Dainik Bhaskar
News Report by Newsflair
YouTube video
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044